Friday, April 19, 2024
Homeચિદમ્બરમને આશા- લોકસભા ચૂંટણી પહેલાં UPમાં ગઠબંધન પર ફરી વિચાર થશે
Array

ચિદમ્બરમને આશા- લોકસભા ચૂંટણી પહેલાં UPમાં ગઠબંધન પર ફરી વિચાર થશે

- Advertisement -

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઉત્તરપ્રદેશમાં થયેલા સપા-બસપા ગઠબંધન પર લોકસભા ચૂંટણી પહેલાં ફરી વિચાર કરવામાં આવશે. જો કે તેઓએ કહ્યું કે રાજ્યમાં તેમની પાર્ટીને ઓછી આંકી ન શકાય. જરૂર પડશે તો તેમનો પક્ષ એકલા જોરે ચૂંટણી લડશે.

ગઠબંધનમાં કોંગ્રેસ સામેલ નથી

ઉત્તરપ્રદેશમાં સપા-બસપા વચ્ચે ગઠબંધનની જાહેરાત બાદ ચિદમ્બરમનું નિવેદન સામે આવ્યું છે. આ ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ કરવામાં નથી આવ્યું.

ચિદમ્બરમે કહ્યું કે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી વચ્ચે બેઠકોની વ્હેંચણીને લઈને થયેલી સમજૂતી અંતિમ નથી.

ચૂંટણી સુધી મોટું ગઠબંધન બનશે

ચિદમ્બરમે કહ્યું કે ચૂંટણી નજીક આવતાં ઉત્તરપ્રદેશમાં એક મોટા આધારવાળું ગઠબંધન બનશે. તેઓ અહીં લોકસભા ચૂંટણીના ઢંઢેરા માટે લેવામાં આવી રહેલાં લોકોના પ્રતિભાવના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેઓએ કહ્યું હતું કે ભાજપને હરાવવું છે અને આશા છે કે બધાં જ ધર્મનિરપેક્ષ અને ઉદારવાદી દળ ચૂંટણી લડવા માટે એક સાથે આવશે.

ઉત્તરપ્રદેશઃ 2014ના લોકસભા ચૂંટણીની સ્થિતિ કુલ બેઠકઃ 80
પાર્ટી સીટ વોટ શેર
ભાજપ+ 73 42.6%
સપા 05 22.3%
બસપા 00 19.8%
કોંગ્રેસ 02 7.5%
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular