Friday, March 29, 2024
Homeચીખલી તાલુકા નાં ખુદવેલ ગામ માં એટીવીટી યોજનાં રસ્તાના કામમાં ગેરરીતિ આચરતા...
Array

ચીખલી તાલુકા નાં ખુદવેલ ગામ માં એટીવીટી યોજનાં રસ્તાના કામમાં ગેરરીતિ આચરતા સ્થાનિકો માં રોષ

- Advertisement -
ચીખલી તાલુકાનાં ખુદવેલ ગામમાં એટીવીટી યોજનાં રસ્તાના કામમાં ગેરરીતિ આચારી તકલાદી કામ કરવામાં આવ્યું હોવાની ચીખલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ અંજના બેન દ્રારા જં ચીખલી એસો અનિલ ચૌવ્હાણને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરતાં સ્થાનિકોમાં રોષ ભુમકી ઉઠ્યો છે
ચીખલી તાલુકાનાં ખુડવેલ ગામે એટીવીટી રસ્તો યોજના અનુસાર ખલીફા ફળીયા જતો માર્ગ હાલમાં ચીખલી તાલુકા પંચાયત દ્રારા આશરે ચારેક લાખ રૂપિયાના ખર્ચે પાકો રસ્તો બનાવાયો છે પરંતુ આ કામમાં હલકી કક્ષાનો માલસામાન વાપરી રસ્તામાં વેઠ ઉતારવામાં આવતા ઠેર ઠેર રસ્તો ઊખડી જ્વા પામ્યો છે તેમજ રસ્તો સાંકળો બનાવ્યાની પણ બુંમ ઉઠતાં ચીખલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંજના બેન દ્રારા એસો અનિલ ચૌવ્હાણ અધિકારી ને રજુઆત કરવાં છતાં કોઈ પણ નક્કર પગલાં લેવામાં નહીં આવતા જેને લઈને ખુદવેલ ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ એટીવીટી માર્ગ તાલુકા પંચાયત હસ્તક જં માર્ગનું કામ કરવામાં આવ્યું હોય અને તેમાં ગેરરીતિ અંગેની તાલુકા પંચાયત ના ઉપપ્રમુખની રજુઆત પણ સાંભળવામાં આવતી ન હોય ત્યારે આમ પ્રજાની ફરિયાદ કોળ સાંભણશે ત્યારે છુ આ રસ્તાની તપાસ થશે ખરી કે પછી એસો અનિલ ચૌવ્હાણના રાજમાં ભ્રષ્ટાચારને વધું વેગ મળશે.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી નવસારી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular