Thursday, April 18, 2024
Homeચીન ના હુનાન પ્રાંતમાં બસમાં લાગી આગ, 26 લોકોનાં મોત
Array

ચીન ના હુનાન પ્રાંતમાં બસમાં લાગી આગ, 26 લોકોનાં મોત

- Advertisement -

ચીનના હુનાન પ્રાંતમાં શનિવારે મોડી રાતે ચાલી ટૂરિસ્ટ બસમાં આગનો બનાવ બન્યો છે. આ દૂર્ઘટનામાં 26 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 28 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં અનુસાર મૃતકોમાં બાળકો તેમજ મહિલાઓ પણ સામેલ છે.

આધિકારીક એલાનમાં જણાવવામાં આવ્યું છે કે બસમાં 57 લોકો સવાર હતા. એક મળતાં અહેવાલ મુજબ આ દૂર્ઘટના સ્થાનિક સમય અનુસાર શુક્રવારે સાંજે 7.15 કલાકે હોંશુ કાઉન્ટીના ચેંગડે શહેરમાં થઇ. એક મળતાં અહેવાલ મુજબ હાઇવ પર જતી બસમાં અચાનક આગ લાગી ગઇ.

જ્યાં સુધીમાં લોકો સુરક્ષિત બહાર નિકળવાનો પ્રયાસ કરે ત્યાં સુધીમાં આગ બસમાં પ્રસરી ગઇ હતી. અધિકારીઓના જણાવ્યાં મુજબ આગ કેવી રીતે લાગી તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. આ દૂર્ઘટનામાં કેટલાક મૃતકોની ઓળખ થઇ છે જ્યારે કેટલાક લોકોની બાકી છે.

બસમાં આગ લાગવાથી ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેમાંથી કેટલાકની તબિયત નાજુક બતાવવામાં આવી રહી છે. જો કે સૂત્રોને મળેલી માહિતી મુજબ આ બસ હાઇવે પર સાઇડમાં આવેલી રેલિંગ સાથે પણ ટકરાઇ અને ત્યાર બાદ ઓઇલ ટાંકીમાં લીકેજના કારણે બસમાં આગ લાગી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular