Friday, April 19, 2024
Homeચૂંટણી માં હરીફો ને મ્હાત આપવા કોંગ્રેસે ની સોશિયલ મીડિયા માં ફોજ...
Array

ચૂંટણી માં હરીફો ને મ્હાત આપવા કોંગ્રેસે ની સોશિયલ મીડિયા માં ફોજ તૈયાર

- Advertisement -

લોકસભા ચૂંટણીમાં હરીફોને મ્હાત આપવા માટે રાજકીય મેદાનમાં કાર્યકર્તાઓની ફોજ કામ કરી રહી છે તેમ સોશિયલ મીડિયા માટે પણ રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયાના સૈનિકોની ફોજ તૈયાર કરી છે. રાજનીતિમાં જમીની યુધ્ધની સાથે એક યુધ્ધ સોશિયલ મીડિયા પર પણ લડાઈ રહ્યું છે કે, જ્યાં રાજકીય પાર્ટીની સોશિયલ મીડિયા આર્મી એક બીજા વિરુધ્ધમાં પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસે પણ ચૂંટણીને લઇ ખાસ તૈયારીઓ કરી છે અને સોશિયલ મીડિયા ટીમ સોશિયલ વોર માટે સુસજ્જ છે.

૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીતમાં એક ફેક્ટર સોશિયલ મીડિયા હોવાનું અનુમાન જાણકારો લગાવી રહ્યા હતા. જો કે ત્યાર બાદની તમામ ચૂંટણીઓમાં સોશિયલ મીડિયાનું મહત્વ વધી જ રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં પણ એક લડત ગ્રાઉન્ડ લેવલ પર તો એક લડત સોશિયલ મીડિયા પર પણ લડાઈ રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસે સોશિયલ મીડિયામાં ભાજપને મ્હાત આપવા તૈયારી કરી લીધી છે.

૨૦૧૭માં વિકાસ ગાંડો થયો સોશિયલ મીડિયા પર ખુબ ચાલ્યું હતું, ત્યાર બાદ પેપર કૌભાંડ સમયે વિકાસ લીક થયો અને ફરી એકવાર ચોકીદાર ચોર હૈ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. જેને વધારેમાં વધારે લોકો સુધી પહોચાડવામાં આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો, ગુજરાત કોંગ્રેસ ફેસબુક પેજ – ૪ લાખ ૧૬ હજાર ફોલોવર્સ છે. આઈએનસી ગુજરાત ટ્વીટર- ૧.૧૬ લાખ ફોલોવર્સ છે. સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ- ૬૦ હજાર ફોલોવર્સ છે. આ સિવાય કોંગ્રેસના તમામ નેતાઓના ફેસબુક, ટ્વીટરથી લઈને તમામ સોશિયલ મીડિયા માધ્યમ પર પણ સાહિત્ય પહોચડવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસે તમામ લોકસભા બેઠક માટેના ફેસબુક-ટ્વીટર એકાઉન્ટ પણ બનાવી દીધા છે. આ સિવાય એક સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે જે મુજબ ૩૩ જીલ્લાના કોર્ડીનેટર, તેની નીચે ૧૮૨ વિધાનસભાના કોર્ડીનેટર થી લઈને બુથ દીઠ કોર્ડીનેટરની રચના કરી છે. જેમને સોશિયલ મીડિયા સાથે જોડવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા વોર રૂમથી પોસ્ટ કરવામાં આવટુ સાહિત્ય વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમો થકી એક થી દોઢ કલાક માં જ બુથ લેવલ સુધી પહોચી જાય છે.

કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ ચોકીદાર ચોર હૈ થી લઈને રાફેલ મુદ્દે ભાજપ અને વડાપ્રધાનને ઘેરવાના પ્રયત્નો કરી રહ્યું છે. જેના માટે બુથ સ્તર સુધીના વિવિધ વોટ્સ એપ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યા છે. ક્રિએટીવ ટીમ પણ રીસર્ચ કર્યા બાદ ટૂંકમાં લોકોને સમજાવી શકાય એવા મેમેસ તૈયાર કરીને ભાજપને ટ્રોલ કરવાનો મોકો ચૂકતું નથી. જેનું ઉત્તમ ઉદાહરણ ચોકીદાર ચોર હૈ છે.

૨૦૧૪ બાદની રાજનીતિમાં સોશિયલ મીડિયા એક મોટું માધ્યમ બનીને સામે આવ્યું છે, ખુબ ઓછા સમયમાં ટાર્ગેટ ઓડીયન્સ સુધી સંદેશ પહોચ્ડતું આ માધ્યમ રાજકીય પાર્ટીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે ત્યારે કોંગ્રેસે પણ પોતાની આક્રમકતા સોશિયલ મીડિયા પર દર્શાવીને નરેન્દ્ર મોદી સરકારને વિવિધ મુદ્દે ટ્રોલ કરવાનો સતત પ્રયાસ થઇ રહ્યો છે. જેની સફળતાનો આધાર પરિણામો જ હોઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular