Thursday, March 28, 2024
Homeજામનગર, મોરબી, પડધરી પંથક માં ધોધમાર વરસાદ પડ્યો
Array

જામનગર, મોરબી, પડધરી પંથક માં ધોધમાર વરસાદ પડ્યો

- Advertisement -

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સોમવારે અમુક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા તો આજે વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અમી છાંટણા થયા હતા. બપોરે જામનગરના હડિયાણા, ધ્રોલ, જોડિયા, મોરબી, પડધરી સહિતના વિસ્તારોમાં ગાજવીજ, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદથી ઉનાળું પાક તલ, બાજરીને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. પડધરીમાં ભારે પવન સાથે વરસાદ પડતા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના કાર્યલય પર લગાવેલા બોર્ડ અને મંડપ ધરાશાયી થયા હતા.

વાતાવરણમાં એકાએક પલ્ટો:ગુજરાતભરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાવા લાગ્યા છે અને ઠંડા પવનો હોવાથી ઠંડકભર્યું વાતવરણ પ્રસરી ઉઠ્યું છે. હવામાન વિભાગ દ્વારા સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા માછીમારોને પણ એલર્ટ રહેવાની સુચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયામાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. માછીમારો ને 18 એપ્રિલ સુધી એલર્ટની સુચના અપાઈ છે.

ગુજરાતના દરિયામાં ભારે પવન ફૂંકાશે ત્યારે 2 દિવસ સુધી પોરબંદર, ગીર-સોમનાથ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, નર્મદા, નવસારી, તાપી, સુરેન્દ્રનગર અને જામનગર વગેરે જિલ્લાઓમાં વધુ પવન ફૂંકાવાની અને વરસાદ પડવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

માછીમારીનો આખરી તબક્કો હાલ ચાલી રહ્યો હોય અને આ સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યો હોવાથી માછીમારોને એલર્ટ રહેવા સુચના આપી દેવામાં આવી છે. આગામી તા. 18 એપ્રિલ સુધી માછીમારોને સાવચેત રહેવા જણાવાયું છે ત્યારે સીઝનના આખર સમયમાં માછીમારોને નુકસાની વેઠવી પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular