Friday, April 26, 2024
Homeજૂનાગઢ સ્વામિનારાયણ ટ્રસ્ટની ચૂંટણી, મોટી સંખ્યામાં મતદારો પહોંચતા વ્યવસ્થા ખોરવાઇ
Array

જૂનાગઢ સ્વામિનારાયણ ટ્રસ્ટની ચૂંટણી, મોટી સંખ્યામાં મતદારો પહોંચતા વ્યવસ્થા ખોરવાઇ

- Advertisement -

જૂનાગઢ સ્વામિનારાયણ ટ્રસ્ટની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં 4 હરીભક્તો, 2 સંતો અને એક પાર્ષદ માટે મતદાન યોજાઇ રહ્યું છે. જૂનાગઢ સ્વામિનારાયણ ટ્રસ્ટની ચૂંટણી માટે દેવ પક્ષ અને આચાર્ય પક્ષની પેનલ વચ્ચે જંગ છે.

ગઢડા બાદ આજે જૂનાગઢ સ્વામિનારાયણ ટ્રસ્ટની ચૂંટણી યોજાઇ રહી છે. જેના માટે 4 હરીભક્તો, 2 સંતો અને એક પાર્ષદ માટે મતદાન છે. જૂનાગઢ સ્વામિનારાયણ ટ્રસ્ટની ચૂંટણી માટે દેવ પક્ષ અને આચાર્ય પક્ષની પેનલ વચ્ચે જંગ જામ્યો છે. મંદિર ટ્રસ્ટની ચૂંટણીમાં કુલ 14 ઉમેદવારો મેદાનમાં છે. જેના માટે 700 ગામના 27 હજાર જેટલા મતદારો મતદાન કરશે. જેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. હાલ જૂનાગઢમાં આચાર્ય પક્ષ સંચાલન કરી રહ્યું છે.

મોટી સંખ્યામાં મતદારો પહોંચતા વ્યવસ્થા ખોરવાઈ
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટની આજે ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે મતદાન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે જેને લઇ વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. મતદારો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા છે. જેને લઇ એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મતદાન મથકે પહોંચી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

દેવપક્ષે પાર્ષદની ચૂંટણી રદ કરવાની કરી માગ
દેવપક્ષ દ્વારા ચૂંટણી રદ કરવાની માગ કરવામાં આવી હતી. દેવપક્ષ દ્વારા પાર્ષદની ચૂંટણી રદ કરવાની માગ કરાઈ હતી. બોગસ મતદાનની શંકા રાખીને મતદાન રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી. આ મામલે દેવપક્ષે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. દેવપક્ષે કરેલી રજૂઆતને ચૂંટણી અધિકારીએ ફગાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular