Saturday, April 20, 2024
Homeજેટના પાયલટે વડાપ્રધાનને કરી અપીલ- 20 હજાર રોજગાર બચાવો, એસબીઆઈને કહ્યું- રોકાણ...
Array

જેટના પાયલટે વડાપ્રધાનને કરી અપીલ- 20 હજાર રોજગાર બચાવો, એસબીઆઈને કહ્યું- રોકાણ કરો

- Advertisement -

મુંબઈઃ દેવાના સંકટનો સામનો કરી રહેલી 26 વર્ષ જૂની જેટ એરવેઝના પાયલટે એસબીઆઈને 1500 કરોડ રૂપિયાના ફન્ડિંગ માટે અપીલ કરી છે. 25 માર્ચે સ્ટેટ બેન્કે ઓફ ઈન્ડિયાએ વાયદો કર્યો હતો કે જેટ એરવેઝને દેવામાંથી બહાર લાવવા માટે તે 1500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જોકે એરલાઈન્સને બેન્ક કયારે અને કેટલા પૈસા આપશે તે આજે થનારી કન્સોર્શિયમની બેઠક બાદ જ ખબર પડશે. ગત શુક્રવારે પણ એરલાઈન્સના મેનેજમેન્ટ અને એસબીઆઈની વચ્ચે એક બેઠક થઈ હતી. જેમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.

હાલ માત્ર 6 વિમાનોનું સંચાલન, બાકીના વિમાનો નાણાંકીય કટોકટીના પગલે રદ

નેશનલ એવિએટર ગિલ્ડના ઉપાધ્યક્ષ અદીમ વાલિયાનીએ જણાવ્યું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરી છે કે એરલાઈન્સમાં 20 હજાર લોકોને રોજગાર મળે છે. તેને બચાવી લેવામાં આવે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેટ એરવેઝની હાલત સતત ખરાબ થઈ રહી છે. કંપનીનું હાલ એક બોઈંગ 737 અને 5 એટીઆર વિમાન જ કાર્યરત છે. ગત વર્ષે નવેમ્બર સુધીમાં કંપનીની પાસે 124 વિમાન હતા. તેને ઉડાન માટે લગભગ 1500 પાયલટની જરૂર હોય છે.

કન્સોર્શિયમની બેઠક બાદ ખ્યાલ આવશે કે એરવેઝના શેર ખરીદવા માટે કેટલા રોકાણકારોએ એક્સપ્રેશન ઓફ ઈન્ટરસ્ટ દર્શાવ્યો છે. નક્કી નિયમો મુજબ, યોગ્ય બિડર્સ 30 એપ્રિલ સુધી જ બિડિંગ દાખલ કરી શકે છે. રોકાણકારોનું વલણ પણ કંપનીનું ભવિષ્ય નક્કી કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular