Friday, April 19, 2024
Homeઝટકોઃ 5 વર્ષમાં સૌથી ઓછો GDP, બેરોજગારીનો આંકડો પહોંચ્યો 6.1 ટકા
Array

ઝટકોઃ 5 વર્ષમાં સૌથી ઓછો GDP, બેરોજગારીનો આંકડો પહોંચ્યો 6.1 ટકા

- Advertisement -

નાણાંકીય વર્ષ 2018-19નાં ચોથા ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ 6 ટકાથી નીચે ચાલ્યો ગયો છે. તાજેતરમાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં દેશનો કુલ ગ્રોસ ઘરેલું ઉત્પાદન (જીડીપી) માત્ર 5.8 ટકાનો વધારો થયો છે.

મોદી સરકાર દ્વારા બીજી વાર સત્તા સંભાળ્યા બાદ તુરંત જ દેશનાં નવા નાણાંમંત્રી નિર્મલા સીતારમણને આર્થિક મોરચા પર સારા સમાચાર સાંભળવા નથી મળ્યાં. પાંચ વર્ષમાં પ્રથમ વાર વિકાસ દરમાં ઉણપ જોવા મળી છે. આ છેલ્લાં નાણાંકીય વર્ષનાં ત્રણ ક્વાર્ટરનાં મુકાબલે પણ ઓછું છે.

ચોથા ક્વાર્ટરમાં આ રહ્યો વિકાસ દરઃ
જાન્યુઆરી-માર્ચની વચ્ચે દેશનો વિકાસ દર 5.8 ટકા રહ્યો. જો કે, આ પહેલાનાં ત્રણ ક્વાર્ટરમાં વિકાસ દરનો આંકડો 8.2 ટકા, 7.1 ટકા અને 6.6 ટકા રહ્યો હતો. જો ચાર ક્વાર્ટરની સરેરાશ નિકાળવામાં આવે તો પછી વિકાસ દર 5.7 ટકા રહ્યો છે.

ચીનથી પણ પાછળઃ
ચોથા ક્વાર્ટરમાં વિશ્વની સૌથી તેજ ગતિની અર્થવ્યવસ્થાનાં મામલે પડોશી દેશ ચીન પણ આગળ થઇ ગયો છે. ત્યારે બેરોજગારીનો આંકડો પણ વધી ગયો છે. દેશમાં બેરોજગારી 6.1 ટકા અનુમાન લગાવવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular