Thursday, April 18, 2024
Homeઝારખંડમાં નક્સલીઓ વિરુદ્ધ અભિયાનમાં 1 જવાન શહીદ, 4 ઘાયલ
Array

ઝારખંડમાં નક્સલીઓ વિરુદ્ધ અભિયાનમાં 1 જવાન શહીદ, 4 ઘાયલ

- Advertisement -

ઝારખંડમાં દુમકામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. પ્રાપ્ત સમાચારોએ વાતની પુષ્ટી કરે છે કે એસએસબીનો 1 જવાન શહીદ થયો છે. અને 4 જવાન ઘાયલ થઇ ગયા છે. જ્યારે 5 નક્સલીઓના માર્યા ગયા છે.

આ એન્કાઉન્ટરમાં ગંભીર રૂપે ઘાયલ જવાન હેલિકોપ્ટરથી રાંચી મોકલવામાં આવ્યો છે. અન્ય ઘાયલ થયેલા 3 જવાનોનો ઇલાજ દુમકા સદર હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. નક્સલીઓ વિરુદ્ધ પોલીસ અને એસએસબી જવાનોનું જોઇન્ટ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ એન્કાઉન્ટરમાં 12થી 15 નક્સલી છે. જેમની વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યુ્ં છે. ગત 3-4 દિવસોથી નક્સલીઓએ વિસ્તારને ઘેરી લીધો છે.

આ ઘટના કટલિયા પાસે થઇ છે. એસપી વાઇ એસ.રમેશ મુજબ, આ એન્કાઉન્ટરમાં 4થી 5 નક્સલીઓને ગોળી વાગી છે. તેમા એસએસબીનો એક જવાન શહીદ થઇ ગયો છે. અને 4 જવાન ઘાયલ થયા છે.

આ નક્સલી હુમલામાં શહીદ આસામનો જવાન નીરજ ક્ષત્રી છે. ઉપરાંત નક્સલી એન્કાઉન્ટરમાં ઘાયલ એસએસબી જવાન રાજેશ રાયને વધુ ઇલાજ માટે હેલિકોપ્ટરથી રાંચી મોકલવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular