Friday, March 29, 2024
Homeટેસ્લાના સીઈઓ એલન મસ્કનો દાવો, 2020 સુધીમાં રોબો ટેક્સી લોન્ચ કરશે
Array

ટેસ્લાના સીઈઓ એલન મસ્કનો દાવો, 2020 સુધીમાં રોબો ટેક્સી લોન્ચ કરશે

- Advertisement -

ઓટો ડેસ્ક. ટેસ્લા મોટરના સીઈઓ એલન મસ્કે દાવો કર્યો છે કે, વર્ષ 2020 સુધીમાં સ્વયંસંચાલિત રોબો ટેક્સી લોન્ચ કરશે. શરૂઆતમાં કેટલાક પસંદગીના શહેરોમાં જ લોન્ચ કરશે. કારણકે દરેક જગ્યાએ તેને ચલાવવાની મંજૂરી નથી મળી. મસ્કે એવું પણ કહ્યું છે કે, આ કારના લોન્ચિંગ બાદ એક વર્ષના સમયગાળામાં 10 લાખ કરતા વધુ રોબો ટેક્સી ચલાવવામાં આવશે.

ટેસ્લા ઓટોનોમી ડેની ઉજવણી સમયે આ જાહેરાત કરવામાં આવી હતી. એલન મસ્કે કાર અંગે કહ્યું કે, રોબો ટેક્સી જાતે જ ઘરે આવીને પાર્કિંગમાં ઊભી રહી જશે. તેની ચાર્જિંગ સિસ્ટમ પણ ઓટોમેટિક ચાલુ થઈ જશે. આ ટેક્સીમાં સેમસંગ ની માઈક્રોચીપ લગાવેલી હશે. મસ્કે એવું પણ કહ્યું છે કે, વર્ષ 2020ના મધ્ય સુધીમાં ટેસ્લાની ઓટોનોમસ સિસ્ટમને એટલી મજબૂત રીતે વિકસાવવામાં આવશે કે લોકોને રસ્તા ઉપર ડ્રાયવર સાથે માથાકૂટ કરવાની ઝંઝટમાંથી મૂક્તિ મળી જશે.

આ વર્ષે જાન્યૂઆરીમાં થયેલા કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ શોમાં ટેસ્લાની ડ્રાયવરલેસ કારે સ્વયંસંચાલિત રોબોટને ટક્કર મારી દીધી હતી. આ ઘટના પછી ડ્રાયવરલેસ કારને લઈને કેટલાક સવાલો પણ ઉપસ્થિત થયા હતા.

ડ્રાયવરલેસ કારને માર્કેટમાં લાવવામાં ટેસ્લા સાથે ગૂગલ, ફોર્ડ, ઉબર પણ સ્પર્ધામાં ઉતરી હતી. જોકે ડ્રાયવરલેસ કારને રસ્તા ઉપર લાવવામાં નૂટોનોમીએ બાજી મારી હતી. તેણે દુનિયાની પહેલી સેલ્ફ ડ્રાઈવિંગ ટેક્સી સર્વિસ 2016 માં સિંગાપુરમાં શરૂ કરી હતી. તો અમેરિકાની દિગ્ગજ કેબ સર્વિસ પ્રોવાઈડર કંપની ઉબર હવે એર ટેક્સીની સુવિધા લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તે આગામી 2023માં 5 દેશોમાં તેની એર ટેક્સી સર્વિસ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તેની આ યોજનામાં ભારત પણ સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular