Friday, March 29, 2024
Homeટ્રાઈ ફરી નવા નિયમો ઘડશે, કેબલ-ડીટીએચનાં દર સસ્તાં થશે
Array

ટ્રાઈ ફરી નવા નિયમો ઘડશે, કેબલ-ડીટીએચનાં દર સસ્તાં થશે

- Advertisement -

ગેજેટ ડેસ્ક. કેબલ અને ડીટીએચ ઓપરેટર્સ માટે ટ્રાઈના નવા નિયમો 1 ફેબ્રુઆરીથી દેશભરમાં લાગૂ થયા હતા. પરંતુ તેનો લાભ ગ્રાહકોને મળ્યો નથી. જેને પગલે ટ્રાઈ ગ્રાહકોના કેબલ અને ડિટીએચ બિલમાં ઘટાડો કરવાના હેતુ સાથે એક નોટિફિકેશન જારી કરશે. ગ્રાહકો તરફથી સતત ફરિયાદો મળતાં ટ્રાઈએ આ અંગે નિર્ણય લીધો છે.

એક અધિકારીએ જણાવ્યુ છે કે, ટ્રાઈના નવા ટેરિફમાં ટીવી જોવુ સસ્તુ બનાવવાનો લક્ષ્ય હતો. પરંતુ તેમ બન્યુ નહીં. બ્રોડકાસ્ટિંગ ટેરિફ ઘટાડવા કામગીરી જારી છે. સસ્તી સેવાઓ ઉપલબ્ધ કરાવવા કેવા પ્રકારનુ તંત્ર અપનાવી શકાય, તેના પર નજર રાખી રહ્યા છે. તદુપરાંત ટ્રાઈ, હોટસ્ટાર, એરટેલ ટીવી, સોની લિવ જેવી ઓવર ધી ટોપ એપને ટીવી ચેનલોની જેમ લાયસન્સ ફ્રેમવર્ક અંતર્ગત લાવવા વિચાર કરી રહી છે. ઓટીટી પર ટીવી ચેનલ્સ એપ પર કોઈ પણ રેગ્યુલેશન વિના ચેનલ જોઈ શકાય છે.

10 વર્ષ માટે મળે છે બ્રોડકાસ્ટિંગ લાયસન્સ

દેશમાં બ્રોડકાસ્ટિંગ લાયસન્સ 10 વર્ષ માટે આપવામાં આવે છે. લાયસન્સ લેનારાએ કેબલ ટીવી કાયદા હેઠળ પ્રોગ્રામિંગ અને એડવર્ટાઈઝિંગ કોડનુ પાલન કરવાનુ હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular