Friday, March 29, 2024
Homeડિસ્ટ્રીક્ટ કૂલીંગ સીસ્ટમ સ્માર્ટ સિટી પ્લાનમાં સામેલ કરનાર રાજકોટ દેશનું પ્રથમ શહેર...
Array

ડિસ્ટ્રીક્ટ કૂલીંગ સીસ્ટમ સ્માર્ટ સિટી પ્લાનમાં સામેલ કરનાર રાજકોટ દેશનું પ્રથમ શહેર બન્યું

- Advertisement -

રાજકોટ: મનપા દ્વારા આજે ‘કૂલિંગ સ્માર્ટ સિટીઝ: ધ એરાઈવલ ઓફ ડિસ્ટ્રીક્ટ એનર્જી ઈન ઈન્ડિયા’ વિષય પર એક વર્કશોપ યોજાયો હતો. રાજકોટ સ્માર્ટ સીટી અંતર્ગત ડીસ્ટ્રીક્ટ કુલીંગ સીસ્ટમ સ્માર્ટ સીટી પ્લાનમાં ઇન્ક્લુડ કરનાર દેશનું પ્રથમ સીટી છે. આ વર્કશોપમાં ચીફ સેક્રેટરી (ગવર્મેન્ટ ઓફ ગુજરાત) જે.એન.સિંઘ, રાજકોટ મનપા કમિશનર બંછાનીધિ પાની, મેયર બિનાબેન આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

મેયર બિનાબેન આચાર્યએ સંબોધન કરતા કહ્યું કે, ‘ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે રાજકોટ શહેરમાં મનપા દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે અને ભવિષ્યમાં પણ અનેક પગલાંઓ લેવામાં આવશે. જેમ કે રૈયા વિસ્તારમાં નવા રિંગ રોડ પાસે આકાર પામનાર સ્માર્ટ સિટી એરિયા બેઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાનિંગમાં ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. શહેરમાં ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ બિલ્ડીંગોમાં થઇ રહ્યો છે. વીજળીના ઉપયોગમાં ક્રમશ: ઘટાડો અને રિન્યુએબલ એનર્જીમાં ક્રમશ: વધારો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમ રૈયા ખાતેના સ્માર્ટ સિટીના વિકાસમાં આ દિશામાં મહત્વનો ભાગ ભજવશે.’

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે,’ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમનું પ્લાનિંગ કરનાર રાજકોટ સમગ્ર દેશનું સૌપ્રથમ શહેર બન્યું છે. રૈયા ખાતેના સ્માર્ટ સિટીના વિશાળ આયોજનમાં ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમની યોજના સામેલ છે. આ નવું સ્માર્ટ સિટી અન્ય વિવિધ લેટેસ્ટ સુવિધાઓ સાથે ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમની સેવા મેળવશે. જેનો મુખ્ય આશય વીજળીની મહત્તમ બચત, સ્વચ્છ ઉર્જા, વાતાવરણમાં ભળતા કાર્બન વાયુમાં ઘટાડો, અને વીજળીની માંગમાં પણ ઘટાડો તેમજ લોકોને આર્થિક ફાયદો થાય તે છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular