જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાન પર દુનિયાભરના દેશો ટીકાઓ કરી રહ્યા છે. હુમલાના પાંચ દિવસ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાકિસ્તાનને આડે હાથ લીધું છે અને ભારતનો સાથ આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પુલવામાં હુમલાને ભયાનક ગણાવ્યો છે. તે ઉપરાંત અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પાકિસ્તાનના આતંકવાદીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.
મંગવારે પોતાની ઓવલ ઓફિસમાં મીડિયા સાથે વાત કરતા અમેરિકા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે મને પુલવામા પર રિપોર્ટ્સ મળી રહી છે તેના પર અમે સમય આવે કમેન્ટ કરીશું. સારું થશે જો બન્ને દેશ સાથે આવી જાય. પુલવામામાં જે પણ કંઈ થયું તે ખૂબ ભીષણ હતું, અમને સતત રિપોર્ટ્સ મળી રહી છે.
વિદેશ મંત્રાલયે પણ કહ્યું કે…
ત્યાંજ અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું કે પુલવામા હુમલા બાદ તે ભારતની સાથે ઉભા છે પાકિસ્તાને તેના જવાબદાર લોકો પર કડક કાર્યવાહી કરવી જોઈએ. વિદેશી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા રોબર્ટ પૌલડિનોએ જણાવ્યું હતું કે પુલવામા હુમલા બાદ જ યુ.એસ. ભારત સાથે સંપર્કમાં છે અને અમે ભારત સાથે પણ ઊભા છીએ.
તેમણે કહ્યું કે અમે અપીલ કરીએ છીએ કે પાકિસ્તાનને આ હુમલાની તપાસ કરવામાં મદદ કરવી જોઈએ અને જો કોઈ દોષી ઠરે છે, તો તેને સજા થવી જોઈએ. તેમણે કહ્યું કે અમે સતત પાકિસ્તાન સાથે પણ સંપર્કમાં છીએ.
‘કાર્યવાહી કરવાનો ભારતનો અધિકાર’
આ પહેલા પણ યુ.એસ.ના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) જ્હોન બોલ્ટને આ મુદ્દે ભારતના એનએસએ અજિત ડોભાલ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે ભારતને પગલાં લેવાનો સંપૂર્ણ અધિકાર છે. આ ઉપરાંત, યુએસના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પણ પુલવામા હુમલાની ટીકા કરી હતી.