Tuesday, April 16, 2024
Homeતમને લીલા મરચાં ખાવા પસંદ છે, તો જાણો એના ફાયદા
Array

તમને લીલા મરચાં ખાવા પસંદ છે, તો જાણો એના ફાયદા

- Advertisement -

ઘણા લોકો ખાવામાં લીલા મરચાં જરૂરથી ખાય છે. સામાન્ય રીતે એવું વિચારવામાં આવે છે કે મસાલાવાળું અને તીખું ખાવું સારું નહીં પરંતુ રસોડામાં મોજૂદ લીલા મરચાં ખાવાનો સ્વાદ વધારે છે સાથે સાથે એના ઘણા સ્વાસ્થ્ય સંબંધી લાભ પણ હોય છે. કેટલાક લોકો એની તીખાશના કારણે એ ખાતા નથી પરંતુ એના ફાયદા જાણીને તમે પણ એને ખાવાનું શરૂ કરી દેશો. લાલ મરચાંની સરખામણીએ લીલા મરચાં વધારે ફાયદાકારક હોય છે.

લીલા મરચામાં ઘણા પોષક તત્વો જેમ કે વિટામીન સી, બી6, સી, આયરન, કૉપર, પોટેશિયમ, પ્રોટીન અને કોર્બોહાઇડ્રેટ રહેલા હોય છે. આટલું જ નહીં એમાં બીટા કૈરોટીન, ક્રીપ્ટોક્સાન્થિન, લુટેન જેક્સન્થિન વગેરે સ્વાસ્થ્યવર્ધક ચીજો રહેલી છે.

 

જે લોકો ડાયાબિટીસની સમસ્યામાંથી પસાર થઇ રહ્યા છે એમને મરચાને તો પોતાના ડાયટમાં જરૂરથી સામેલ કરવા જોઇએ, કારણ કે લીલા મરચાંના સેવનથી આ શરીરમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવાના કામ ઉપરાંત એને બેલેન્સ કરવાનું કામ કરે છે.

લીલા મરચામાં ઘણા બધા વિટામિન્સ મળી આવે છે. જે સ્કીન માટે ફાયદાકારક છે. જો તમે લીલા મરચા ખાવ છો તો તમારી સ્કીન નિખરે છે.

લીલા તાજા મરચાંનો એક ચમચી રસ મધમાં મિક્સ કરીને ખાલી પેટમાં ખાવાથી દમના રોગીને રાહત મળે છે. 10 દિવસ આ નુસ્ખાને ટ્રાય કરીને જુઓ, ઠંડીમાં સાયન્સની સમસ્યામાં રાહત અપાવે છે.

લીલા મરચા ખાવાથી પાચન ક્રિયા સારી થાય છે. એમાં રહેલા વિટામીન સી ખાધા બાદ શરીરમાં થૂક બનાવવનું કામ કરે છે. જેનાથી ખાવાનું સારી રીતે પચાવી શકાય છે અને પાચન યોગ્ય રહે છે.

લીલા મરચાંમાં એન્ટી બેક્ટોરિયલ ગુણ મળી આવે છે, જે ઇન્ફેક્શનને દૂર રાખે છે. એટલા માટે લીલા મરચાં ખાવાથી તમને ઇન્ફેક્શનના કારણે થનાર સ્કીન રોગ થશે નહીં.

મહિલાઓમાં મોટાભાગે આયરનની ખામી હોય છે, પરંતુ જો તમે લીલા મરતાને ડાયટમાં સામેલ કરો છો તો એની ખામી પૂરી થઇ શકે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular