Friday, March 29, 2024
Homeદર મહિને પત્નીના એકાઉન્ટમાં કરો 5000નું રોકાણ, મળશે 1.14 કરોડનું ફંડ
Array

દર મહિને પત્નીના એકાઉન્ટમાં કરો 5000નું રોકાણ, મળશે 1.14 કરોડનું ફંડ

- Advertisement -

તમારી પત્ની કોઇ નોકરી કે કામ ન કરતી હોય તો પણ તમે તેના માટે રેગ્યુલર ઇનકમની વ્યવસ્થા કરી શકો. આ માટે પત્નીના નામ પર ન્યૂ પેન્શન સ્કીમ (NPS) એકાઉન્ટ ખોલાવો. NPS એકાઉન્ટથી તમારી પત્નીને 60 વર્ષની ઉંમર બાદ સંપૂર્ણ રકમ એકસાથે મળશે. આ સિવાય દર મહિને પેન્શન રૂપે રેગ્યુલર ઇનકમ પણ મળશે જેથી 60 વર્ષની ઉંમર બાદ પૈસા માટે પત્નીને કોઇના પર આધાર ન રાખવો પડે.

NPS એકાઉન્ટ ખોલાવો:

સરકારે દેશભરમાં પોઇન્ટ ઑફ પ્રેઝન્સ (POP) બનાવ્યા છે, જેમાં NPS એકાઉન્ટ ખોલાવી શકાય છે. દેશમાં લગભગ દરેક સરકારી અને પ્રાઇવેટ બેંકોને POP બનાવવામાં આવી છે એટલે કે તમે કોઇપણ બેંકની નજીકની શાખામાં NPS એકાઉન્ટ ખોલાવી શકો. આ એકાઉન્ટમાં દર મહિને અથવા વાર્ષિક પૈસા જમા કરાવી શકો છો. તમે 1000 રૂપિયાની રકમથી પણ પત્નીના નામ પર આ એકાઉન્ટ ખોલાવી શકો છો. 60 વર્ષની ઉંમરે NPS એકાઉન્ટ મેચ્યોર થાય. નવા નિયમો અનુસાર તમે ઇચ્છો તો NPS એકાઉન્ટ પત્નીની ઉંમર 65 વર્ષની થાય ત્યાં સુધી ચાલુ રાખી શકો.

5000 રૂપિયાના મંથલી રોકાણથી થશે 1.14 કરોડની ફંડ:

ધારો કે, તમારી પત્નીની ઉંમર 30 વર્ષ છે અને તમે તેમના NPS એકાઉન્ટમાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરો છો. તમારા રોકાણ પર વાર્ષિક 10 % રિટર્ન મળે છે તો 60 વર્ષની ઉંમર બાદ પત્નીના એકાઉન્ટમાં 1.14 કરોડ રૂપિયા હશે. જેમાંથી 45 લાખ રૂપિયાની રકમ તેને એકસાથે મળી જશે. આ સિવાય તેણીને દર મહિને 45,000 રૂપિયાનું પેન્શન મળશે. આ પેન્શન તેણીને આજીવન મળતું રહેશે.

પ્રોફેશનલ ફંડ મેનેજર રાખે છે તમારા પૈસાનું ધ્યાન:

NPS કેન્દ્ર સરકારની સોશિયલ સિક્યોરિટી સ્કીમ છે. આ સ્કીમમાં તમે રોકાણ કરો તો તેનું ધ્યાન પ્રોફેશનલ ફંડ મેનેજર રાખે. કેન્દ્ર સરકાર આ પ્રોફેશનલ ફંડ મેનેજર્સને તેની જવાબદારી આપે છે. એવામાં NPSમાં તમારું રોકાણ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જોકે આ સ્કીમ હેઠળ તમે જે રકમનું રોકાણ કરો છો, તેના પર રિટર્નની કોઇ ગેરંટી નથી. ફાઇનાન્શિયલ પ્લાનર તારેશ ભાટિયાના જણાવ્યા અનુસાર, NPSએ શરૂઆતથી અત્યાર સુધીમાં વાર્ષિક આશરે 10-11% રિટર્ન આપ્યું છે.

તમારી રકમ ક્યાં ઇન્વેસ્ટ થશે?

આ યોજના હેઠળ તમારી રકમ ઇક્વિટી માર્કેટ, સરકારી સિક્યોરિટી, સરકારી બ્રાન્ડ અને ફિક્સ્ડ ઇન્કમ આપનાર ઇન્સ્ટૂમેન્ટ પર લગાવવામાં આવે છે.

આ ડૉક્યૂમેન્ટ્સ છે જરૂરી:

– સંપૂર્ણ ભરેલું અને બેંક તરફથી મળતું રજિસ્ટ્રેશન ફોર્મ
– એડ્રેસ પ્રૂફ
– આઈડી પ્રૂફ
– બર્થ સર્ટિફિકેટ અથવા ધોરણ-10નું સર્ટિફિકેટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular