Friday, April 19, 2024
Homeદિશા પટનીની બહેન ખુશ્બુ ભારતીય સેનામાં અધિકારી તરીકેની ફરજ બજાવે છે
Array

દિશા પટનીની બહેન ખુશ્બુ ભારતીય સેનામાં અધિકારી તરીકેની ફરજ બજાવે છે

- Advertisement -

બોલિવૂડ ડેસ્ક: એક્ટ્રેસ દિશા પટનીએ ‘એમ.એસ ધોની:ધ અનટોલ્ડ સ્ટોરી’થી બોલિવૂડમાં પાપાપગલી કરી હતી. દિશા વિશે તો મોટા ભાગે બધા લોકોને ખબર જ હશે, પરંતુ શું તમને ખબર છે કે દિશાની સગી બહેન ભારતીય સેનામાં અધિકારી છે ?

જી હા, દિશાએ સોશિયલ મીડિયામાં તેની બહેનનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટા સાથે તેણે લવ અને હાર્ટના ઈમોજી સાથે ‘માય સિસ્ટર’ લખ્યું હતું. ઘણા ઓછા લોકોને ખબર છે કે, દિશાની બહેન ખુશ્બુ પટની ભારતીય સેનામાં તૈનાત છે. એકવાર મીડિયા સાથેની વાતચીતમાં દિશાએ કહ્યું હતું કે, રિયલ લાઈફમાં તે તેની બહેન પાસેથી પ્રેરણા લે છે. તેને ખુશ્બુ પર ઘણો ગર્વ છે.

બહેન આટલી બધી લાઇમલાઇટમાં રહેતી હોવા છતાં ખુશ્બુએ પોતાની પ્રાઇવસી કાયમ રાખી છે. દિશાની વાત કરીએ તો તે સલમાન ખાનની ‘ભારત’ ફિલ્મમાં દેખાશે. દિશા છેલ્લે તેના બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે ‘બાગી 2’માં દેખાઈ હતી.

 

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular