Friday, March 29, 2024
Homeનસીરુદ્દીન, શબાના આઝમીના એક્ટિંગ ગુરુ રોશન તનેજાનું નિધન
Array

નસીરુદ્દીન, શબાના આઝમીના એક્ટિંગ ગુરુ રોશન તનેજાનું નિધન

- Advertisement -

મુંબઈઃ એક્ટિંગ ગુરુ તરીકે જાણીતા રોશન તનેજાનું 87 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેમના દીકરાએ શનિવાર (11 મે) સવારે આ વાતન મીડિયાને કહી હતી. શુક્રવાર (10 મે)ની રાત્રે 9.30 વાગે રોશન તનેજાનું ઊંઘમાં જ નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. શનિવારે સાંજે 4.30 વાગે મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનભૂમિ ખાતે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતાં.

અનેક એક્ટર્સને એક્ટિંગ શીખવી હતી
રોશને નસીરુદ્દીન શાહ, જયા બચ્ચન, અનિલ કપૂર, શબાના આઝમી જેવા સ્ટાર્સને એક્ટિંગ શીખવી હતી. તેમને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝના ‘પાયોનિયર ઓફ મેથડ એક્ટિંગ’ કહેવામાં આવતા હતાં. તેઓ 1960થી એક્ટિંગ શીખવી રહ્યાં હતાં. તેમણે ફિલ્મ એન્ડ ટીવી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (પુના)થી પોતાના પ્રોફેશનની શરૂઆત કરી હતી. ત્યારબાદ મુંબઈમાં ‘ધ રોશન તનેજા સ્કૂલ ઓફ એક્ટિંગ’ ખોલી હતી.

સેલેબ્સે શ્રદ્ધાંજલી પાઠવી
તનેજા ફેમિલી માટે ટ્વીટ કરતાં શબાના આઝમીએ કહ્યું હતું કે તેમને ગઈ રાત્રે જ આ દુઃખદ સમાચાર મળ્યાં હતાં. તેઓ એફટીઆઈઆઈમાં ગુરુ હતાં અને એક માત્ર એવા વ્યક્તિ હતાં જેને પગે લાગતી હતી.

https://twitter.com/AnupamPKher/status/1127153734746664960

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular