Friday, March 29, 2024
Homeનાણા મંત્રાલયમાં મહત્વની ભૂમિકા નિભાવનાર અજય નારાયણ ઝાની સેવામાં કરાયો વધારો
Array

નાણા મંત્રાલયમાં મહત્વની ભૂમિકા નિભાવનાર અજય નારાયણ ઝાની સેવામાં કરાયો વધારો

- Advertisement -

કેન્દ્ર સરકારમાં નાણા સચિવ અજય નારાયણ ઝાની સેવામાં એક માસનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અજય નારાયણને 15માં નાણાકીય આયોગના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અજય નારાણય ઝા મણિપુર કેડરના આઈએએસ અધિકારી છે. 31 જાન્યુઆરીના રોજ તેઓ નિવૃત થવાના છે. જોકે નાણા મંત્રાલયે તેમની સેવા નિવૃતિની સમય મર્યાદામાં એક માસનો વધારો કર્યો છે. કેમ કે, સરકાર હાલમાં બજેટની તૈયાર કરી રહી છે. અજય નારાયણ નાણા મંત્રાલયમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. સોમવારે નાણા મંત્રાલય દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા કે, અજય નારાણય ઝાની સેવા નિવૃતિના સમયગાળામાં વધારો કરવામાં આવે. જે બાદ તેમની નોકરીના સમયમાં એક માસનો વધારો કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular