Saturday, April 20, 2024
Homeનોકિયા 2.2 આજે લોન્ચ થશે, આ સ્માર્ટ ફોનમાં મિલી વૉટરડ્રોપ નૉચ મળશે
Array

નોકિયા 2.2 આજે લોન્ચ થશે, આ સ્માર્ટ ફોનમાં મિલી વૉટરડ્રોપ નૉચ મળશે

- Advertisement -

ગેજેટ ડેસ્ક. નોકિયા બ્રાન્ડના ફોન બનાવતી કંપની HMD Global દ્વારા આજે ભારતમાં એક લોન્ચિંગ ઈવેન્ટનું આયોજન કર્યું છે. લોન્ચ પહેલાં જ નોકિયા 2.2 સ્માર્ટફોનની તસવીરો લીક થઈ છે. આ ફોનમાં વોટરડ્રોપ ડિસ્પ્લે નોચની ઝલક જોવા મળી છે, તો ફોનના પાછળના ભાગમાં ગૂગલ એન્ડ્રોઈડ વન લખેલું દેખાય છે. થોડા સમય પહેલા કંપનીએ Nokia Wasp ના કોડનેમથી Nokia 2.2ને યુએસ એફસીસી સાઈટ પર રજીસ્ટર્ડ કરાવ્યો હતો. Nokia 2.2 ને ભારતમાં બીઆઈએસ સર્ટિફિકેશન પણ મળી ગયું છે, જેનું મોડલ નંબર TA-1183 છે. આ ફોન આજે ભારતીય માર્કેટમાં લોન્ચ થવાનો છે.

નોકિયાના ચાહકોએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં આ ફોનની તસવીરો અને ગ્રાફિક્સ પોસ્ટ કર્યા છે. એક ટ્વિટર યુઝરે એવો દાવો કર્યો છે કે, આ નોકિયા 2.2 છે. એચએમડી ગ્લોબલ આજની ઈવેન્ટ દરમિયાન આ ફોન લોન્ચ કરી શકે છે.

મળતા અહેવાલો મુજબ એવું પણ સામે આવ્યું છે કે, નોકિયાનો આ નવો ફોન એન્ડ્રોઈડ પાઈ આઉટ-ઓફ-ધ-બોક્સથી સજ્જ હશે. ભવિષ્યમાં પણ આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ અપડેટ પ્રાપ્ત કરશે. નોકિયા ફોનની બેક પેનલ પર એલઈડી ફ્લેશ સાથે સિંગલ કેમેરા મળશે.

HMD Global દ્વારા હાલ Nokia 2.2 બાબતે સત્તાવાર જાણકારી આપી નથી. પરંતુ કંપનીએ થોડા સમય પહેલાં એક ટ્રિઝર બહાર પાડ્યું હતું જેનાથી એ જાણી શકાય છે કે, આ ફોનમાં નોટિફિકેશન લાઈટ અને ડેડિકેટેડ ગૂગલ આસિસ્ટન્ટ બટન મળશે. તેમાં નાઈટ મોડ જેવું ફીચર પણ ઉપલબ્ધ હશે.

Nokia 2.2 3GB અને 32GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે મળશે. ફોનનું ડાયમેન્શન 145.96×70.56નું છે. તેના સિવાય આ ફોનનું મોડલ નંબર TA-1183 રહેશે.

નોકિયાએ ગત વર્ષે Nokia 2.1 લોન્ચ કર્યો હતો. તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે, Nokia 2.2 પણ તેનું જ અપગ્રેડ વર્ઝન હશે. ભારતમાં આ ફોનની કિંમત અંદાજે 7,000 અથવા તેનાથી પણ ઓછી હોઈ શકે છે. નોકિયા 2.1 ભારતમાં 6,999 રૂપિયાની કિંમતે લોન્ચ થયો હતો. કંપનીએ એપ્રિલ મહિનામાં તેની કિંમતમાં ઘટાડો કરતાં હવે તે રૂપિયા 5,499 રૂપિયામાં ભારતીયમ માર્કેટમાં ઉપલબ્ધ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular