Friday, March 29, 2024
Homeન્યૂ યોર્કમાં મુકેશ અંબાણી તથા નીતા અંબાણી બોલિવૂડ એક્ટર રીષિ કપૂરને મળ્યા,...
Array

ન્યૂ યોર્કમાં મુકેશ અંબાણી તથા નીતા અંબાણી બોલિવૂડ એક્ટર રીષિ કપૂરને મળ્યા, નીતુ સિંહે તસવીર શૅર કરી

- Advertisement -

મુંબઈઃ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ જીત્યા બાદ બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી તથા નીતા અંબાણી ન્યૂયોર્કમાં રીષિ કપૂરને મળ્યા હતાં. રીષિ કપૂર તથા નીતુ સિંહે આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે રીષિ કપૂર લાંબા સમયથી ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહ્યાં છે. હવે તેઓ કેન્સર ફ્રી થઈ ગયા છે અને બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ માટે અહીંયા રોકાયા છે.

રીષિએ આભાર માન્યો
રીષિએ ટ્વિટર પર મુકેશ તથા નીતા અંબાણી સાથેની તસવીર શૅર કરીને તેમનો આભાર માન્યો હતો તો નીતુ સિંહે ઈન્સ્ટાગ્રામમાં તસવીર શૅર કરીને પોસ્ટ કર્યું હતું, કેટલાંક લોકો તમને માનસિક શાંતિની બાયંધરી આપતા હોય છે. થેંક્યૂ મિસ્ટર એન્ડ મિસિસ અંબાણી.

https://www.instagram.com/p/BxoUQzrg_At/?utm_source=ig_embed

હાલમાં જ શાહરુખ ખાન મળવા આવ્યો હતો
રીષિ કપૂરની ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર થતી હતી તે દરમિયાન અનેક બોલિવૂડ સેલેબ્સ તેમને મળ્યા હતાં. હાલમાં જ શાહરુખ ખાન પણ રીષિ કપૂર તથા નીતુ સિંહને મળવા આવ્યો હતો. આ સિવાય દીપિકા પાદુકોણ, વિકી કૌશલ, પ્રિયંકા ચોપરા, બમન ઈરાની, અનુપમ ખેર, આમિર ખાન સહિતના સેલેબ્સ મળવા આવ્યા હતાં.

https://www.instagram.com/p/BxhuHERgCoO/?utm_source=ig_embed

ડિરેક્ટર રાહુલ રવૈલે કેન્સર ફ્રી હોવાની વાત કરી હતી
રીષિના ખાસ ફ્રેન્ડ તથા ડિરેક્ટર રાહુલ રવૈલે હાલમાં જ રીષિ કેન્સર ફ્રી થયા હોવાની વાત ફેસબુક પોસ્ટમાં કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં જ રીષિ કપૂરે કહ્યું હતું કે ગયા વર્ષે પહેલી મેથી અમેરિકામાં તેમની કેન્સરની સારવાર ચાલે છે. ભગવાનનો આભાર કે હવે તે કેન્સર ફ્રી છે. જોકે, હજી બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ બાકી છે. જેમાં હજી બે મહિના જેટલો સમય થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular