Thursday, April 18, 2024
Homeપરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થી નું કિડનેપ, ઝાડ સાથે બાંધી માર મારી ફેંકી...
Array

પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થી નું કિડનેપ, ઝાડ સાથે બાંધી માર મારી ફેંકી દીધો

- Advertisement -

મહેસાણા: ધિણોજની એન.એચ.સાર્વજનિક સ્કૂલમાં ધોરણ-12નું અગ્રેજીનું પેપર આપવા ગયેલા મહેસાણાના વિદ્યાર્થીનું શાળા સંકુલમાંથી બે શખ્સો બાઇક પર અપહરણ કરી ખેતરમાં ઝાડ સાથે બાંધી ધોકાથી અસહ્ય માર મારવાની ઘટનાએ ચકચાર જગાવી છે. વિદ્યાર્થીના શરીર પર પડેલા મારના નિશાન જોઇ તેની માતાએ કરેલી પૂછપરછમાં મામલો બહાર આવ્યો હતો. મહેસાણા સિવિલમાં સારવાર માટે દાખલ વિદ્યાર્થીનું ચાણસ્મા પોલીસે નિવેદન લઇ ફરિયાદ નોંધવા તજવીજ કરી છે. દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરીને ઘટનાને વખોડી છે.તેણે કહ્યું કે ચોકીદાર ઉંધી ગયો છે.

 

મહેસાણામાં સોમનાથ રોડ સ્થિત પંડિત દિનદયાળ નગર (ગુજરાત હાઉસિંગ બોર્ડ)માં રહેતો મિત નરેશભાઇ ચાવડા લણવા હાઇસ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરે છે. બોર્ડની પરીક્ષામાં તેનો ધિણોજ એન.એચ. સાર્વજનિક સ્કૂલમાં નંબર આવેલો હોઇ સોમવારે બપોરે 12-15 વાગ્યે ગણિતનું પેપર આપવા ઘરેથી નીકળ્યો હતો. શાળા પ્રવેશ પહેલાં લાઇનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓનું ચેકિંગ ચાલતું હતું, તે સમયે એક યુવાન તેની પાસે આવી આમ આવ તારું કામ છે તેમ કહી શાળાના ઝાંપા સુધી લઇ ગયો હતો અને અહીં અગાઉથી ઉભેલા તેના અન્ય એક સાગરિત સાથે મળી તેનું બળજબરી પૂર્વક બાઇક પર અપહરણ કરી ગયા હતા. ધિણોજથી ગોરાદ વચ્ચેના એક ખેતરમાં લઇ જઇ તેને ઝાડ સાથે દોરડાથી બાંધી ધોકા વડે અસહ્ય માર માર્યો હતો. મારની પીડાથી કણસતા વિદ્યાર્થીએ છોડી દેવા કરેલી કાકલૂદી વચ્ચે અજાણ્યા બે શખ્સોએ બીજા બે પેપર આપવા આવ્યો તો તને અને તારા મા-બાપને મારી નાખીશું તેવી ધમકી આપી તેને રોડ પર દોડાવી- દોડાવીને માર્યો હતો. ત્યારબાદ અપહરણકારોથી માંડ બચીને નેળિયાના માર્ગે મહેસાણા ઘરે પહોંચેલા મિતે ભયભીત હાલતમાં પરિવારને ઘટનાની જાણ કરવાનું ટાળ્યું હતું. પરંતુ, બુધવારે ન્હાઇને બહાર આવતાં તેની પીઠ, હાથ અને પગની જાંઘો પર પડેલા મારના નિશાન જોઇ તેની માતા ચીસ પાડી ઉઠી હતી અને પૂછપરછમાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. ગંભીર હાલતમાં સિવિલમાં લવાયેલા વિદ્યાર્થીનું ચાણસ્મા પોલીસે મોડી સાંજે નિવેદન લઇ બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

મહેસાણા સિવિલમાં દાખલ મિત ચાવડાનું નિવેદન લીધું છે અને તેને આધારે એટ્રોસીટી, મારામારી સહિતની કલમો મુજબ બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાશે. બે આરોપીઓ પૈકી એકનું નામ રમેશ કંડકટર હોવાનું ખુલ્યું છે. ત્યારે હાલના તબક્કે વિદ્યાર્થી પર હુમલાનું કારણ જાણી શકાયું નથી- શરીફખાન, પીએસઆઇ, ચાણસ્મા

જિજ્ઞેશ મેવાણીનું ટ્વિટ:

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular