Thursday, April 18, 2024
Homeપાકિસ્તાનમાં હિન્દુ લઘુમતિ સુરક્ષિત, ભારતમાં લઘુમતિઓ સાથે સતત અન્યાયઃ ઇમરાન ખાન
Array

પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતિ સુરક્ષિત, ભારતમાં લઘુમતિઓ સાથે સતત અન્યાયઃ ઇમરાન ખાન

- Advertisement -

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારે કહ્યું કે, તેમની સરકાર દેશમાં કોઇ પણ હથિયારબંધ જૂથને કામ નહીં કરવા દે. ખાને થારપારકર જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, રાષ્ટ્રીય કાર્યયોજના (NAP) હેઠળ અમેપાકિસ્તાનમાં કોઇ પણ હથિયારબંધ જૂથને મંજૂરી નહીં આપીએ. કોઇ પણ દેશ આવું નથી કરતો. પાકિસ્તાનની તમામ પાર્ટીઓએ આ નિર્ણય લીધો છે. જ્યારથી અમારી સરકાર સત્તામાં આવી છે, અમે નક્કી કર્યુ છે કે, એનએપી લાગુ કરીશું. જિયો ન્યૂઝ અનુસાર, તેઓએ કહ્યું કે, પાકિસ્તાનની ધરતીને આતંકવાદ માટે ઉપયોગ નહીં કરવા દેવામાં આવે.

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવમાં વધારો
ઇમરાનનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલાની જવાબદારી લીધા બાદ નવી દિલ્હી અને ઇસ્લામાબાદની વચ્ચે તણાવ વધી ગયો છે. આ હુમલામાં સીઆરપીએફના 44 જવાન શહીદ થયા હતા. પુલવામા હુમલા બાદ આતંરરાષ્ટ્રીય સમુદાયે ઇસ્લામાબાદ પર દબાણ કર્યુ છે કે, તેઓ પોતાની ધરતી પર મોજૂદ આતંકવાદી જૂથ વિરૂદ્ધ કાર્યવાહી કરે.
પાકિસ્તાને આ સપ્તાહની શરૂઆતમાં આતંકવાદી જૂથો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી અને જૈશના મસૂદ અઝહરના ભાઇ અને દીકરાને પ્રતિબંધિત આતંકી સમૂહો સાથે સંલગ્ન અન્ય 44 લોકોની ધરપકડ કરી લીધી. પાકિસ્તાને કહ્યું કે, લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ 121 લોકોની ધરપકડ કરી છે અને આતંકી જૂથો પર પોતાની સતત કાર્યવાહીના ભાગરૂપે 182 મદરેસાઓને જપ્ત કરી લીધા છે.
ઇમરાને ખાને પાકિસ્તાનમાં લઘુમતિઓની સુરક્ષા અંગે વાત કરી અને કહ્યું કે, તેમનો દેશ લઘુમતિઓની સાથે ઉભો છે, જ્યારે ભારતમાં લઘુમતિઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેઓએ કહ્યું કે, તેમની સરકાર પાકિસ્તાનમાં લઘુમતિ હિન્દુ સમુહના લોકો સાથે ઉભી છે અને તેમની સાથે કોઇ પણ પ્રકારે અન્યાયને સહન નહીં કરે. ઇમરાને કહ્યું, આ પાકિસ્તાનમાં એ સુનિશ્ચિત કરાવવું અમારી જવાબદારી છે કે, લઘુમતિ સમાન નાગરિક છે અને તેમની સાથે કોઇ ભેદભાવ કરવામાં નથી આવતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular