Saturday, April 20, 2024
Homeપાલનપુર : તીડનાં બચ્ચાનાં ઝુંડ દેખાતાં ખેડૂતોમાં દહેશત, જંતુનાશક દવાનો છંટકાવ...
Array

પાલનપુર : તીડનાં બચ્ચાનાં ઝુંડ દેખાતાં ખેડૂતોમાં દહેશત, જંતુનાશક દવાનો છંટકાવ કરાયો

- Advertisement -

પાલનપુર, વાવઃ ઇંડાઓમાંથી બચ્ચા બહાર નીકળતા ખેડૂતોમાં દહેશત સર્જાઈ છે. સરહદી વાવ સુઇગામના ભારત પાકિસ્તાન સરહદે અડીને આવેલા ગામોમાં રણની કાંધીએ તીડનું આક્રમણ જારી છે. જેને લઈ ખેતીવાડી વિભાગ તેમજ તીડ નિયંત્રણ વિભાગ દ્રારા દવાનો છંટકાવ કરી તીડનો સફાયો કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 400 હેકટર જમીનમાં તીડ પર દવાનો છંટકાવ કરી નાશ કરવામાં આવ્યો હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે હકીકત તો એ છે કે હવે હજારોની સંખ્યામાં તીડના બચ્ચા પણ જોવા મળી રહ્યા છે.જેને લઈ ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે.

વાવના અસારા, બુકણા, લોદ્રાણી સુઇગામ તાલુકાના જલોયા, મેધપુરા સહિત સરહદી ગામોમાં તીડનું આક્રમણ થયું છે. ત્યારે વાવના અસારા ગામની સમલી સીમમાં તીડ તેમજ તીડના બચ્ચાંના ઝૂંડ જોવા મળતા તંત્રની અને ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. ગુરુવારે સવારે સમલી સીમમાં બે જગ્યાએ તીડના બચ્ચાંના ઝૂંડ જોવા મળ્યા હતા જેને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો. દરમિયાન શુક્રવારે મોડી સાંજે અસારાની સીમમાં જ્યાં બચ્ચાઓ જોવા મળ્યા હતા ત્યાં તીડ નિયંત્રણ વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાયો હતો.

અસારા ગામના વિક્રમભાઈ રાજપુતે જણાવ્યું હતું કે “તીડના બચ્ચાનું ઝૂંડ દેખાતાં ગ્રામ સેવકને મોબાઈલ પર જાણ કરી હતી.’ અસારા ગામના અને સમલી સીમમાં રહેતા માનસેગજી રાજપુતે જણાવ્યું હતું કે તીડના ટોળા જોવા મળ્યા છે. દવાનો છંટકાવ કર્યો હતો તીડ મર્યા હતા તેમ છતાં હજારો તીડના બચ્ચા જોવા મળ્યાં છે જેને લઈ ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે.

જોગી ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ” તીડ નિયંત્રણ માટે કેન્દ્રની ટીમો અને જિલ્લા ખેતીવાડી ખાતાના અધિકારીઓ વાવ અને સૂઇગામ તાલુકાના ગામોમાં કેમ્પ કરી ખડેપગે તીડ નિયંત્રણની કામગીરી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના લોદ્રાણી, બુકણા, અસારાવાસ, નાળોદર અને માવસરી તથા સૂઇગામ તાલુકાના મેઘપુરા, સૂઇગામ, પાડણ અને ભરડવા ગામમાં તથા તે વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં કુલ 400 હેક્ટર વિસ્તારમાં સ્પ્રેથી જંતુનાશક દવા (મેલાથીઓન 96 ટકા યુએલવી) નો છંટકાવ કરવામાં આવ્યો છે. જેનાથી તીડનું નિયંત્રણ કરી શકાયું છે.

દવાના છંટકાવથી તીડ 2 કલાક બાદ મોત
તીડ નિયંત્રણ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે ” મેલાથીઓન દવાના છંટકાવ બાદ તીડના ચેતાતંતુ કામ કરતું બંધ થઈ જાય છે જેથી તે બે કલાક સુધી કોઈ પણ કમાન્ડ વગર આમથી તેમ ઝોલા ખાય છે અને બે કલાક બાદ મોતને ભેટે છે.

1993માં કરોડો તીડ પર હેલિકોપ્ટરથી દવા છંટાઈ હતી
જિલ્લામાં કરોડોની સંખ્યામાં તીડ જ્યારે ત્રાટકયા હતા ત્યારે આખું આકાશ ઢંકાઈ ગયું હોય તેવો નજારો સર્જાયો હતો. તીડ ઉપદ્રવના નાસ માટે હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરાયો હતો.

અંગ્રેજોએ 1939માં સૌ પ્રથમ જોધપુરમાં તીડ નિયંત્રણ કચેરી ખોલી દીધી હતી
રણતીડ આંતરરાષ્ટ્રીય જીવાત છે અને ખેતીનો જૂનો દુશ્મન છે. રણતીડનો ઉછેર પ્રદેશ તથા હુમલાગ્રસ્ત વિસ્તાર દુનિયાના કેટલાક દેશોમાં પથરાયેલો છે. જે લગભગ 3 કરોડ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ 60 દેશો તેના હુમલાગ્રસ્ત પ્રદેશમાં આવી જાય છે. રણતીડનો મુખ્યત્વે ઉછેર યમન, ઓમાન, સાઉદી અરેબીયામાંથી ઇરાન, પાકિસ્તાનના હુમલાગ્રસ્ત વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ કરે છે. જેમાં રાજસ્થાન, ગુજરાત અને પંજાબના અમુક પ્રદેશો મળીને 80 હજાર ચોરસ માઇલ જેટલો વિસ્તાર તેના ઉછેર પ્રદેશ નીચે આવે છે. ગુજરાતમાં રણતીડનો ઉપદ્રવ છેલ્લે 1993માં થયો હતો. અને એટલે જ અંગ્રેજોએ 1939માં જ જોધપુરમાં તીડની કચેરી ખોલી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular