Thursday, April 18, 2024
Homeગુજરાતપીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે મોરબીની મુલાકાત લેશે

પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે મોરબીની મુલાકાત લેશે

- Advertisement -

ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરના સમયે મોરબીની મુલાકાત લેશે. મોરબીમાં પીએમ નરેન્દ્ર મોદી પીડિતો અને તેમના પરિવારજનોની મુલાકાત લેશે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સમગ્ર ઘટના અંગે ચર્ચા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત અંગે સીએમઓ દ્વારા સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. આ ઉપરાંત આજે સવારે તેમણે કેવડિયામાં સરદાર પટેલને પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને એકતા પરેડમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ તેઓ સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રી તથા ઉચ્ચ અધિકારીઓના સતત સંપર્કમાં છે. તેમજ જરૂરી સહાયની ખાતરી પણ સીએમને આપી છે.

હાલ મોરબીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ અને આગોવાનો ઉપસ્થિત છે. દરમિયાન આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરના સમયે હવાઈ માટે મોરબી જશે. એટલું જ નહીં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિતો અને મૃતકોના પરિવારજનોને મળશે. સમગ્ર ઘટના અંગે કેન્દ્ર સરકારે મુતકોને રૂ. બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular