Friday, April 19, 2024
Homeપેરાટ્રુપિંગની કઠોર ટ્રેનિંગ બાદ આ દીકરી દીક્ષા ગ્રહણ કરી બનશે જૈન સાધ્વી
Array

પેરાટ્રુપિંગની કઠોર ટ્રેનિંગ બાદ આ દીકરી દીક્ષા ગ્રહણ કરી બનશે જૈન સાધ્વી

- Advertisement -

મુંબઇઃ રાઇફલ શૂટિંગમાં સ્ટેટ લેવલ ચેમ્પિયન-હોકીમાં અવલ, એનસીસીની ત્રણ વર્ષની તાલીમ દરમિયાન બેસ્ટ અને જૂજ કેડેટને મળતી પેરાટ્રુપિંગની છ મહિનાની ક‌ઠીન ટ્રેનિંગ લેનાર રોક કલા‌ઇમ્બિંગ ‌રિવર રાફ્ટિંગનો એડ્વાન્સ કોર્સ કરનારી હૈદરાબાદની રોશની રાન્કા દીક્ષા ગ્રહણ કરી જૈન સાધ્વી બનશે.

ર૩ મેંનાં રોજ અમદાવાદમાં અન્ય ૧૮ મુમુક્ષુઓની સાથે ૩ર વર્ષીય રોશની પણ દીક્ષા લેશે. નાનપણથી ઘરમાં દીક્ષાનાં સંસ્કાર મળ્યાં હોય અથવા પરિવારમાં કોઇએ દીક્ષા લીધી હોય તો આવો ભાવ જાગવો સહજ છે, પરંતુ નાનપણથી ટોમબોય જેવી એડ્વેન્ચર્સ એક્ટિવિટી અને આઉટડોર ગેમ્સમાં માહેર રોશની ધર્મમાર્ગે વળીને ચારિત્ર્યરૂપી ઉચ્ચ શિખર સર કરશે.

મૂળ રાજસ્થાનના બાડમેરની અને હૈદરાબાદમાં ઊછરેલી રોશનીએ કોલેજમાં આવીને એનસીસી જોઇન કર્યું. તે પેરાટ્રુપિંગ ની ટ્રેનિંગ માટે સિલેક્ટ થઇ અને તે માટે છ મહિના આગ્રા રહી. આ ટ્રેનિંગ માટે સિલેક્ટ થવું મોટી તક સમાન હતું. પેરાટ્રુપિંગની કેળવણી માટે શરીર અને મન ખૂબ જ મજબૂત જોઇએ અને તે પણ સારા ગ્રેડ સાથે પાસ કર્યું. ઊડતા પ્લેનમાંથી જમ્પ પણ કર્યો.

રોશનીને આઇપીએસ ઓફિસર બનવું હતું. એનસીસીની ટ્રેનિંગ પત્યા બાદ તેણે રિવર રાફ્ટિંગ અને રોક કલાઇમ્બિંગનો એડ્વાન્સ કોર્સ શરૂ કર્યો. એ માટે એક મહિનો કેરળ રહી. પર્યુષણ આવતાં હોવાથી મેં કેમ્પમાં આઠ દિવસ રા‌ત્રિ ભોજન ન કર્યું અને કંદમૂળ ન ખાધાં. મારા મિત્રોએ તેનું કારણ પૂછ્યું, પરંતુ મારી પાસે તેનું જ્ઞાન નહોતું. તેથી મેં જૈન ધર્મનો બે‌િઝક અભ્યાસ કરવાનું નક્કી કર્યું.

કેમ્પ બાદ હું મારાં ક‌િઝન મહારાજ પાસે રોકાવા ગઇ. ત્યાં હું ભણતી, જાણતી અને વાંચતી. મને તે લોકોની લાઇફ સ્ટાઇલ ખૂબ જ ગમતી. મને જૈ‌િનઝમનું ઘણું જ્ઞાન મળ્યું અને અનેક વિદ્વાન મહારાજ સાહેબનો પરિચય થયો. બે વર્ષ પાટણ રહી ધર્મનું ભણી અને દીક્ષા લેવાનું નક્કી કર્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular