Friday, April 19, 2024
Homeપોરબંદર બેઠકનું વાતાવરણ ગરમાયું, 'વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં'...
Array

પોરબંદર બેઠકનું વાતાવરણ ગરમાયું, ‘વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં’ પત્રિકા વાઇરલ થઇ

- Advertisement -

રાજકોટ: પોરબંદર બેઠક પર રમેશ ધડુકને ટિકિટ મળતા વિઠ્ઠલ રાદડિયાના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર, ગોંડલ, ધોરાજી સહિતના વિસ્તારોમાં પત્રિકા ફરતી થઇ છે જેમાં લખવામાં આવ્યું છે કે વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં. સિંહને મારવા માટે પહેલા ખોખલો કરવો પડે એ જ રીતે આજે રાદડિયા પરિવારને ટિકિટ ના આપી વિઠ્ઠલભાઇના મોભાને ખોખલો કરી જયેશભાઇને દબાણ કરી મંત્રીપદ છીનવવાનો પ્રયાસ કરશે.

વિઠ્ઠલ રાદડિયાની હોસ્ટેલમાં ભણેલા એક વિદ્યાર્થી (નામ લખ્યું નથી)એ પત્રિકા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી છે. તેમાં જણાવ્યું છે કે, જયેશભાઇને દબાણ કરી પોરબંદરની સભામાં ભાજપને મત આપવાની વિનંતી કરાવશે અને જયેશભાઇને પણ દબાણને લીધે બોલવું જ પડશે કે ભાજપને મત આપજો. આપણે જયેશભાઇના અને રાદડિયા પરિવારનો અહેસાન ચૂકવવાનો સમય આવી ગયો છે. જો આ વખતે રમેશ ધડુકને જીતાડીશું તો પોરબંદરવાળી સીટ પર રાદડિયા પરિવારને ટિકિટ પછી ક્યારેય નહીં મળે. વિઠ્ઠલભાઇ જે રીતે આપણી વચ્ચે રહી કામ કર્યા છે એ વિઠ્ઠલભાઇ ની સેવાનો મોકો હર હંમેશ ખોવાનો વારો આવશે. જયેશભાઇ પાર્ટીના દબાણને લીધે ના બોલી શકે પણ આપણી જવાબદારી છે. આપણે વિઠ્ઠલભાઇના પરિવાર વતી અવાજ બનીએ.

જો આ વખતે રમેશ ધડુકને હરાવીશું તો જ આવતી વખતે રાદડિયા પરિવારને ટિકિટ આપવી જ પડશે અને આપણા છોટા સરદાર ગણાતા વિઠ્ઠલભાઇના પરિવારને આપણા વિસ્તારનું નેતૃત્વ કરવાનો મોકો મળશે. તો સૌ ભાયુંને વિનંતી સિંહ ઘાયલ થયો છે તો સિંહના પરિવારને સાચવવાની જવાબદારી આપણા સૌની છે. એમના માટે આજથી મહેનત કરીએ અને રાદડિયા પરિવારનું અસ્તિત્વ ટકાવવા વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં રમેશ ધડુકને મત નહીંના નારા સાથે રમેશ ધડુકને હરાવવા સૌ સોગંધ ખાઇએ. વિઠ્ઠલભાઇનું ઋણ ચૂકવવા પાંચ લોકોને સમજાવી રમેશ ધડુકને હરાવવા મદદ કરજો અને આ મેસેજને આપ પાંચ લોકોને મોકલજો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular