Friday, April 19, 2024
Homeપ્રિયંકા ચોપરાએ પોતે સ્વીકાર્યુ કે, 'તે સારી પત્ની નથી'
Array

પ્રિયંકા ચોપરાએ પોતે સ્વીકાર્યુ કે, ‘તે સારી પત્ની નથી’

- Advertisement -

પ્રિયંકા ચોપરા પોતાના પતિ નિક જોનસ સાથે ખુશહાલ લગ્નજીવન માણી રહી છે, પ્રિયંકાએ જોધપુરના ઉમૈદભવન ખાતે 1-2 ડિસેમ્બરના લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને 3થી વધારે મહિનાનો સમય થઇ ગયો છે. પ્રિયંકાએ તાજેતરમાં જ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે પોતે સારી પત્ની નથી.

પ્રિયંકાનું નામ યુએસ ટૂડે પાવર આઇકન લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યુ છે. આ લિસ્ટ અનુસાર, પ્રિયંકા મનોરંજન જગતની 50 સૌથી વધારે પાવરફૂલ મહિલાઓમાંથી એક છે.

મંગળવારે પ્રિયંકા એક ટોક શોમાં ગઈ હતી. ત્યાં તેણે પોતાના લગ્ન અને નિક જોનસ વિશે અનેક ખુલાસો કર્યા હતા. પ્રિયંકા ચોપરાને તેના પતિ લઇને અનેક સવાલ કરવામાં આવ્યા હતા. તેને પૂછવામાં આવ્યુ કે શું પતિ માટે રસોઇ બનાવે છે?

પ્રિયંકા જોનસે કહ્યું કે ”નિક જોનસ એક એવા ફેમિલીમાંથી આવે છે જ્યાં તેની માતા તેના માટે રસોઇ બનાવે છે. મને રસોઇ બનાવતા નથી આવડતી એટલે હું એક ખરાબ પત્ની છું. ”

પ્રિયંકાએ જણાવ્યું, “હું બિલકુલ કૂકિંગ નથી કરી શકતી. નિકે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં તેને કહી દીધું હતું કે જો, તુ એક સારા ફેમિલીમાંથી આવે છે અને તને તારી મમ્મીના હાથનું ટેસ્ટી ફૂડ પસંદ છે. પરંતુ તુ તારી માતા જેવી છોકરી સાથે લગ્ન નથી કરવા જઈ રહ્યો. મને કૂકિંગ બિલ્કુલ નથી આવડતુ.”

પ્રિયંકાએ વધુમાં કહ્યું કે ”તેને માત્ર એગ્સ બોઈલ કરતા આવે છે.” .. જ્યારે તેણે નિકને આ વાત કહી તો નિકે કહ્યું કે તેને આ વાતથી કંઇ વાધો નથી. નિકે કહ્યુ કે, ”તેને પોતાને પણ રસોઇ કરતા નથી આવડતુ.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular