Friday, April 26, 2024
Homeપ્રેક્ટિસ મેચ : ધોની અને રાહુલની સદી, ભારતે બાંગ્લાદેશને 360 રનનો લક્ષ્યાંક...
Array

પ્રેક્ટિસ મેચ : ધોની અને રાહુલની સદી, ભારતે બાંગ્લાદેશને 360 રનનો લક્ષ્યાંક આપ્યો

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમે કાર્ડિફના સોફિયા ગાર્ડન ખાતે બાંગ્લાદેશને મેચ જીતવા 360 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત માટે એમએસ ધોનીએ 78 બોલમાં 7 છગ્ગા અને 8 ચોક્કાની મદદથી 113 રન અને લોકેશ રાહુલે 99 બોલમાં 12 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 108 રન કર્યા હતા. બંનેએ પાંચમી વિકેટ માટે 164 રનની ભાગીદારી કરી હતી. તેમની આ ઇનિંગ્સ થકી ટીમે છેલ્લી 10 ઓવરમાં 116 રન કર્યા હતા. બાંગ્લાદેશ માટે રુબેલ હોસેન અને શાકિબ અલ હસને 2-2 વિકેટ ઝડપી હતી.

ધોનીની પોતાની ફાસ્ટેસ્ટ સદી વર્લ્ડકપની પ્રેક્ટિસ મેચમાં જ ફટકારી છે:

  • 62 બોલમાં વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, 2011 CWC (પ્રેક્ટિસ મેચ)
  • 73 બોલમાં વિરુદ્ધ બાંગ્લાદેશ, 2019 CWC (પ્રેક્ટિસ મેચ)

ભારતની શરૂઆત ખરાબ રહી
ભારતીય ઓપનર્સે ફરી એક વખત નિરાશાજનક દેખાવ કર્યો હતો. શિખર ધવન 1 રને અને રોહિત શર્મા 19 રને પેવેલિયન ભેગા થયા હતા. વિરાટ કોહલીએ ઇનિંગ્સ સંભાળતા 46 બોલમાં 47 રન કર્યા હતા. કોહલીના આઉટ થયા પછી શંકર પણ સસ્તામાં આઉટ થતા રાહુલ અને ધોનીની જોડી જામી હતી અને બાંગ્લા પર ભારે પડી હતી. અંતમાં રવિન્દ્ર જાડેજાએ ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતાં 4 બોલમાં 11 રન કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular