Friday, March 29, 2024
Homeફરહાન અખ્તરે 1 અઠવાડિયું મોડા વોટ માટે કરી અપીલ, થયો ટ્રોલ
Array

ફરહાન અખ્તરે 1 અઠવાડિયું મોડા વોટ માટે કરી અપીલ, થયો ટ્રોલ

- Advertisement -

દેશમાં ચૂંટણી ચાલી રહી છે. નેતાઓથી લઇને એક્ટર સુધી તમામ લોકો દેશવાસીઓને વોટ કરવાની અપીલ કરી, પરંતુ ફરહાન અખ્તરે વોટની અપીલનું ટ્વીટ વાંચ્યા પછી સોશ્યલ મીડિયા પર એક્ટરને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

વાસ્વતમાં ફરહાન અખ્તરે ભોપાલના મતદાતાઓને વોટ કરવાની અપીલ કરી હતી, પરંતુ આ અપીલ તેણે એક અઠવાડિયા જેટલી મોડી કરી. ઉલ્લેખનીય છે કે, ભોપાલમાં છઠ્ઠા તબક્કાનું 12મેના રોજ મતદાન કર્યુ. ફરહાને સાતમા તથા અંતિમ તબક્કા માટે ભોપાલના લોકોને મતદાન કરવાની વાત કરી છે.

ફરહાને ટ્વીટ કરી હતી, ‘પ્રિય ભોપાલના મતદાતાઓ, આ જ સમય છે જ્યારે તમે તમારા શહેરને એક વધુ ગેસ ટ્રેજેડીથી બચાવી શકો છો…’ #SayNoToPragya #SayNoToGodse #RememberTheMahatma #ChooseLoveNotHate ફરહાને આ ટ્વીટ તો કરી પરંતુ તેને એ યાદ ના રહ્યુ્ કે ભોપાલમાં 12 મેના રોજ મતદાન થઈ ચૂક્યું છે.

ફરહાનની ટ્વીટ બાદ સોશ્યલ મીડિયામાં તેની ઘણી જ મજાક ઉડી હતી. નોંધનીય છે કે ફરહાન હાલમાં પ્રિયંકા ચોપરા સાથેની ફિલ્મ ‘સ્કાય ઈઝ પિંક’માં વ્યસ્ત છે. પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો ફરહાન પ્રેમિકા શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે અને બંને લગ્ન કરવાના છે.

અનેક યુઝર્સે લખ્યું હતું કે ફરહાનનું હેંગ ઓવર હજી ઉતર્યું નથી. એક યુઝરે એમ કહ્યું હતું કે જેને વોટિંગની તારીખ યાદ નથી, તેને મુદ્દા શું યાદ રહેશે? અન્ય એકે લખ્યું હતું, અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે.

https://twitter.com/itzbsp/status/1129962710190284805

https://twitter.com/desertfox61I/status/1129956813128921088

સાતમા તથા અંતિમ તબક્કાનું મતદાન:
19 મેના રોજ સાતમા તથા અંતિમ તબક્કાનું મતદાન છે. જેમાં બિહારની 8, ઝારખંડની 3, મધ્યપ્રદેશની 8, ઉત્તરપ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, હિમાચલ પ્રદેશની 4, પંજાબની 13, ચંદીગઢની 1 સીટ પર મતદાન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular