Saturday, April 20, 2024
Homeફેબ્રુઆરીથી રાહુલ-પ્રિયંકા યુપીથી શરૂ કરશે ચૂંટણી પ્રચાર, ભાજપ બંગાળ પર ફોકસ કરશે
Array

ફેબ્રુઆરીથી રાહુલ-પ્રિયંકા યુપીથી શરૂ કરશે ચૂંટણી પ્રચાર, ભાજપ બંગાળ પર ફોકસ કરશે

- Advertisement -

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ માર્ચનાં પહેલા સપ્તાહમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે ફેબ્રુઆરીમાં જ ચૂંટણી પ્રચારનાં કાર્યક્રમની તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસ ઉત્તરપ્રદેશની 80 સીટો પર જોર આપી રહી છે, જેથી અધ્યક્ષ રાહુલે બહેન પ્રિયંકાને જ આ જવાબદારી સોંપી દીધી છે. રિપોર્ટ્સ પ્રમાણે રાહુલ અને પ્રિયંકા 4 ફેબ્રુઆરીએ પાર્ટીનાં પદાધિકારી તરીકેની પહેલી પ્રેસ કોન્ફરન્સ કરશે. રાહુલ ઓરિસ્સાનાં ભુવનેશ્વરમાં 3 ફેબ્રુઆરીએ રેલી યોજશે. તો PM મોદી પણ બંગાળમાં 6 દિવસની અંદર 3 રેલી કરી શકે છે.

રાજ્ય પક્ષ વિધાનસભાની સીટ 2014માં લોકસભાની સીટ
ઉત્તરપ્રદેશ કોંગ્રેસ 07 02
ભાજપ 312 73(ભાજપ પ્લસ)
સપા 47 05
બસપા 19 00
બંગાળ કોંગ્રેસ 44 04
ભાજપ 03 02
તૃણમુલ 211 34
ઓરિસ્સા કોંગ્રેસ 16 00
ભાજપ 10 01
BJD 117 20

 

કુંભ સ્નાન પછી પ્રિયંકા રાજનીતિની શરૂઆત કરશે

રિપોર્ટસ પ્રમાણે, 4 ફેબ્રુઆરીએ રાહુલ-પ્રિયંકા સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. અગાઉ 2004માં બન્નેએ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન પ્રિયંકાએ રાહુલને અમેઠીથી ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યા હતા. મહત્વનું છે કે બન્ને એ સમયે પદાધિકારી ન હતા.

પ્રિયંકા ગાંધી અમાસ પર કુંભમાં સ્નાન કરશે. 10મી ફેબ્રુઆરીએ વસંત પંચમીનાં દિવસે બન્ને અલ્હાબાદ જઈ શકે છે.

રાહુલે રાજ્યનાં 13 અલગ અલગ વિસ્તારોમાં 13 ચૂંટણી રેલી યોજવાની તૈયારી કરી છે. તેમની પહેલી રેલી ફેબ્રુઆરીનાં પહેલા સપ્તાહમાં લખનઉમાં થશે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે જણાવ્યુ કે, રેલીનાં અન્ય સ્થળ હજુ નક્કી કરાયા નથી.

બંગાળમાં ભાજપનું 200 જનસભા કરવાનું લક્ષ્ય

બંગાળમાં મોદી 6 દિવસમાં 3 રેલી કરશે

ફેબ્રુઆરીમાં શાહ અને મોદીનું ફોક્સ પશ્વિમ બંગાળ પર રહેશે, ભાજપનો કિમીયો લોકસભા ચૂંટણી પહેલા 200 જનસભા સંબોધવાનો છે.

અમિત શાહે 22મી જાન્યુઆરીએ માલદામાં રેલી યોજીને ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી.

2જી ફેબ્રુઆરી મોદી ઠાકુરનગર અને દુર્ગાપુરમાં રેલી કરશે

બંગાળમાં ભાજપનાં ચૂંટણી અભિયાનમાં મોદી-શાહ ઉપરાંત સ્મૃતિ, યોગી અને શિવરાજ પણ સામેલ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular