Saturday, April 20, 2024
Homeબદલાઈ ગયું ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલું જરૂરી ફોર્મ, તેમાં હોય છે આપના...
Array

બદલાઈ ગયું ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલું જરૂરી ફોર્મ, તેમાં હોય છે આપના દરેક લેવડ-દેવડની જાણકારી

- Advertisement -
આ નવું ફોર્મ 1 જૂન 2020થી લાગુ થઈ ચૂક્યું છે, આવો જાણીએ શું થયા ફેરફાર

નવી દિલ્હીઃ નવું ફોર્મ 26AS (Form 26AS) બહાર પાડવામાં આવી ચૂક્યું છે. હવે તેમાં ટેક્સ રિફન્ડ (Tax Refund) અને ડિમાન્ડ (Tax Demand) (જો હશે તો) વિશેની પણ જાણકારી મળશે. સાથોસાથ આપના શૅર ખરીદ-વેચાણ (Share Transaction), રિયલ એસ્ટેટ ટ્રાન્જેક્શન (Real Estate Transaction), ક્રેડિટ કાર્ડ (Credit Card Bill) બિલના પેમેન્ટની વિગતો પણ તેમાં હશે. આ તમારું વાર્ષિક ટેક્સ સ્ટેટમેન્ટ છે. તમે તમારા PANની મદદથી તેને ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો.

જો તમે તમારી આવક પર ટેક્સ ચૂકવ્યો છે કે તમારી કમાણી પર કોઈ વ્યક્તિ/સંસ્થાએ ટેક્સ કાપ્યો છે તો તેનો ઉલ્લેખ પણ આપને Form 26ASમાં મળી જાય છે. આ નવું ફોર્મ 1 જૂન 2020થી લાગુ થઈ ચૂક્યું છે. આવો જાણીએ શું થયા ફેરફાર- અંગ્રેજી અખબાર ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ…

(1) નવું ફોર્મેટ- Form 26ASનું નવું ફોર્મેટ આવી ગયું છે. નવા ફોર્મેટમાં આપને આપનો આધાર નંબર, જન્મની તારીખ, મોબાઇલ નંબર, ઈમેલ આઇડી અને સરનામું જોવા મળશે. આ વિગતો 1 જૂન 2020 સુધી કરવામાં આવેલા લેવડ-દેવડની હશે. જોકે, આ ટ્રાન્જેક્શન માત્ર ત્યારે દેખાશે જો નાણાકીય વર્ષ દરમિયાન તેઓએ એક સીમા પાર કરી દીધી હશે.

(2) પહેલીવાર મળશે આ જાણકારી- નાણાકીય વર્ષ દરમિયાન સરકારને ચૂકવવામાં આવેલો ટેક્સ અને વિભિન્ન આવક (પગાર, વ્યાજ)ના સ્રો.્તો પર ટેક્સ કાપ ઉપરાંત સંશોધિત ફોર્મમાં ખાસ નાણાકીય ટ્રાન્જેક્શન સાથે જોડાયેલી જાણકારી પણ હશે. તેમાં શૅરો, રિયલ એસ્ટેટ વગેરેની ખરીદી અને વેચાણ, બેંક ડ્રાફ્ટની ખરીદી માટે કેશ પેમેન્ટ, આરબીઆઈના પ્રી-પેડ ઇન્સ્ટ્રૂમેન્ટ (જેમ કે મોબાઇલ વોલેટ), કેશ ડિપોઝિટ, ક્રેડિટ કાર્ડ બિલોની ચૂકવણી (રોકડ અને અન્ય બંને) સામેલ છે.

(3) ટેક્સ રિફન્ડની પણ જાણકારી મળશે – ઇન્કમ ટેક્સ ડિમાન્ડ અને રિફન્ડ સાથે જોડાયેલી જાણકારી પણ તેમાં મળશે. વર્ષ માટે આપને ટેક્સ રિફન્ડ આપવામાં આવ્યું કે આપના નામે ટેક્સ ડિમાન્ડ બાકી છે? તેની જાણકારી આપને આપવામાં આવશે.

(4) કાયદાકિય કાર્યવાહીની જાણકારી પણ મળશે- ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલી કાર્યવાહીની જાણકારી ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલી કાયદાકીય કાર્યવાહીની જાણકારી પણ હવે ફોર્મ 26ASમાં આપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular