Thursday, April 18, 2024
Homeબિગ બી એ તેમની પ્રથમ તમિળ ફિલ્મનો ટ્રેડિશનલ લુક શેર કર્યો
Array

બિગ બી એ તેમની પ્રથમ તમિળ ફિલ્મનો ટ્રેડિશનલ લુક શેર કર્યો

- Advertisement -

બોલિવૂડ ડેસ્ક: અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે તે સૌ કોઈને ખબર જ છે. હાલમાં જ બિગ બીએ તેમની પ્રથમ તમિળ ફિલ્મ ‘ઉયર્ન્ધા મનિથન (અર્થ :ઉમદા માણસ)’નો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ટ્રેડિશનલ કપડાંમાં અમિતાભ બચ્ચન થાકેલા-પાકેલા લાગી રહ્યા છે. માત્ર કપડાં જ નહિ પરંતુ માથા પર ચંદનનું ત્રિપુંડ તિલક કરેલું પણ દેખાય છે.

એક્ટર એસ. જે. સૂર્યાએ બિગ બી સાથે ફોટો શેર કરીને ખુશી વ્યક્ત કરી છે

ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં આ ફિલ્મની જાહેરાત કરી હતી ત્યારે પણ સૂર્યાએ કહ્યું હતું કે હું બચ્ચન સર સાથે કામ કરવા ઘણા સમયથી ઉત્સુક હતો. હું ખુબ જ ખુશ છુ પણ જયારે તેમની સાથે કામ કરવાની વાત આવે ત્યારે હું નર્વસ પણ થઈ જાઉં છું.

બિગ બીએ ફર્સ્ટ લુક શેર કર્યો

બિગ બીએ ફર્સ્ટ લુક શેર કરીને લખ્યું છે કે ઢળતી ઉંમર સાથે બસ એક જ વાતનો અફસોસ હંમેશાં રહે છે ‘તું’ કહીને બોલાવનારા ઘણા ઓછા થઇ જાય છે.

તમિળ ફિલ્મ સિવાય તેલુગુ ફિલ્મ ‘સ્યે રા નારાસિમ્હા રેડ્ડી’માં કેમિયો રોલમાં પણ જોવા મળશે. આ ઉપરાંત અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે દેખાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular