Saturday, April 20, 2024
Homeબેંકના નાણાકીય વ્યવહાર નિષ્ફળ જતા નાણાં રીફંડ વિશેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
Array

બેંકના નાણાકીય વ્યવહાર નિષ્ફળ જતા નાણાં રીફંડ વિશેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

- Advertisement -

બેંકનો વ્યવહાર અથવા તો નાણાકીય વ્યવહાર નિષ્ફળ જાય તો ગ્રાહકના ખાતામાં તરત જ પૈસા નાંખવાની અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીદી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે જો કે અંગત રીતે જાહેર હિતની અરજી કરનાર વકીલ જી.એસ.મણીને આ મુદ્દો રિઝર્વ બેંક સમક્ષ ઉઠાવવા કહ્યું હતું.

 

વકીલે કહ્યું હતું કે જો કોઇ વ્યક્તિ ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા તેના પૈસા ખોટી રીતે કપાઇ જાય ત્યારે તેને તરત જ રિફંડ અથવા તો રિએમબર્સમેન્ટ મળવું જોઇએ.

તેમણે માગ કરી હતી કે  ગ્રાહકોને તરત જ પેસા મળી જાય તેવો કોર્ટે રિઝર્વ બેંકની આદેશ કરવો જોઇએ. ‘અમે અરજી સાંભળી અને સબંધિત મુદ્દે વિચારણા કરી. કલમ ૩૨ની અરજીને અમે હાલમાં દાખલ કરીશું નહીં અને એટલા માટે અરજી ફગાવી દેવામાં આવે છે’. એમ કહી કોર્ટે ઉમેર્યું હતું કે  જો કે અરજદાર પાસે રિઝર્વ બેંકમાં રજૂઆત કરવાનો વિકલ્પ છે છતાં જો ત્રણ મહિનામાં તેનો કોઇ જ ઉકેલ ના આવે તો તેઓ ફરીથી યોગ્ય ફોરમ સમક્ષ આ મુદ્દો ઉઠાવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular