Friday, March 29, 2024
Homeબોગસ લાઇસન્સ કૌભાંડ મામલે 3 એજન્ટોની SOG પોલીસે કરી ધરપકડ
Array

બોગસ લાઇસન્સ કૌભાંડ મામલે 3 એજન્ટોની SOG પોલીસે કરી ધરપકડ

- Advertisement -

રાજકોટમાં RTOના બોગસ લાઇસન્સ કૌભાંડ મામલે SOG દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કૌભાંડ મામલે SOG પોલીસે વધુ 3 એજન્ટોની ધરપકડ કરી છે. પોલીસે એજન્ટો પાસેથી નકલી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, સિક્કા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મહત્વનું છે કે, આરટીઓ પાસે ઝેરોક્ષની દુકાન માલિક બોગસ દસ્તાવેજોના આધારે લાયસન્સ કઢાવી આપતો હતો. જેની બાતમી મળતા પોલીસે આરટીઓ પાસે આવેલા માધવ ઝેરોક્ષ નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા.

આ દરમિયાન લર્નિંગ અને હેવી લાયસન્સના બોગસ સર્ટીફીકેટનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે આજે SOGએ વધુ એજન્ટોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં વધુ RTOના એજન્ટો સંડોવાયેલા હોય તેવી શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular