અમદાવાદ: આઇપીએલ મેચની સીઝન શરૂ થતાની સાથે સટ્ટોડિયા પણ સક્રિય થઈ ગયા છે. બોપલ વિસ્તારમાં કબીર એન્કલેવ પાસે પાન પાર્લર પર ઉભા રહી મેચ પર સટ્ટો રમતા યુવકને બોપલ પોલીસે ઝડપી લીધો હતો.
બોપલ પોલીસને બાતમી મળી હતી કે કબીર એન્કલેવ પાસે આવેલા ઉમિયા પાન પાર્લર પાસે એક યુવક મોબાઈલમાં સટ્ટો રમી રહ્યો છે.જેના આધારે પોલીસે ત્યાં પહોંચી મોબાઈલમાં સટ્ટો રમતાં નિશાંત પટેલ (રહે. બાલેશ્વર ઉપવન સોસાયટી, બોપલ)ની ધરપકડ કરી હતી.
પોલીસે મોબાઈલ તપાસતા વોટ્સએપમાં અલગ અલગ હારજીતના સોદા નોંધાયેલા હતા તેમજ ઓડિયો રેકોડીગ મળ્યા હતા. ઓનલાઈન ક્રિકેટ લાઇનની એપ્લિકેશન પણ મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતા જીગર ઠક્કર પાસે આ સોદા કપાવતો હોવાનુ જાણવા મળ્યું હતું. પોલીસે મોબાઈલ કબ્જે કરી જીગરની શોધખોળ હાથ ધરી છે