Friday, March 29, 2024
Homeહેલ્થબ્યૂટી ટિપ્સ : સ્કિનની બધી જ સમસ્યાઓ માટે આ 5 વસ્તુઓ છે...

બ્યૂટી ટિપ્સ : સ્કિનની બધી જ સમસ્યાઓ માટે આ 5 વસ્તુઓ છે કારગર

- Advertisement -

જો તમે બ્યૂટી પાર્લરનો ખર્ચ બચાવવા માંગો છો અને ઘરે જ ચહેરો ચમકાવવા માંગતા હોવ તો આ નુસખા તમારા માટે બેસ્ટ છે. આ ઉપાય કરી લેવાથી સ્કિનની તમામ સમસ્યાઓ ધીરે ધીરે દૂર થવા લાગશે. પિંપલ્સ, ઓઈલી સ્કિન, કરચલીઓ, ડાઘ ધબ્બા માટે આ ઉપાય બેસ્ટ છે.

એલોવેરા :-

એલોવેરા જેલને લગાવવાથી ચહેરાની ચમક વધે છે. આંખોની નીચેના કાળા ડાઘ પણ દુર થાય છે. આ માટે એલોવીરાની તાજી જેલને લગભગ 15 મિનિટ ચહેરા પર લગાવીને છોડી દો. હુંફાળા પાણીથી મોં ધુઓ

ટામેટાં :-

ટામેટાંમાં વિટામીન સી હોય છે. તેનાથી ચહેરાની ચમક વધે છે. તેના બી કાઢીને તેની પેસ્ટ બનાવી લો. તેમાં હળદર અને ચંદન પાવડર મિક્સ કરીને 15 મિનિટ છોડી દો. ત્યારબાદ સામાન્ય પાણીથી ધોઈ લો.

મધ :-

ઓલિવ ઓઇલ અને મધને એક સરખી માત્રામાં ભેળવી લો. આ મિશ્રણને પોતાના ચહેરા પર લગાવીને લગભગ 10 મિનિટ માટે રાખો. ત્યારબાદ ચહેરો સામાન્ય પાણીથી ધુઓ. તેનાથી ચહેરાના બહારના પડ પર રહેલી મૃત કોશિકાઓ હટી જશે.

લીંબુનો રસ :-

આ એક પ્રાકૃતિક બ્લિચિંગ એજન્ટ છે. વિટામીન સીથી ભરપુર લીંબુનો રસ ચહેરા પર લગાવવાથી કાળા ડાઘ,ધબ્બા દુર થાય છે. શરીરના કોઇ પણ ભાગ પર કાળાશ હોય તો લીંબુનો રસ લગાવી શકો છો. હાથ પર પણ લીંબુનો રસ લગાવીને રાખી દો, પછી સાદા પાણીથી હાથ સાફ કરો. સનટેનની અસર પણ ઓછી થશે.

દહીં :-

તેમાં ભરપુર માત્રામાં લેક્ટિક એસિડ હોય છે. જો દહીંમા કાચી હળદર કે હળદર પાવડર ભેળવીને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાની ચમક વધે છે અને ચહેરાના દાગ ધબ્બા દુર થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular