Saturday, April 20, 2024
Homeબ્રાઝીલના વિશ્વ પ્રસિદ્ધ ફ્લેમિંગો ફૂટબોલ ક્લબમાં આગ, 10 યુવા ખેલાડીઓના મોત
Array

બ્રાઝીલના વિશ્વ પ્રસિદ્ધ ફ્લેમિંગો ફૂટબોલ ક્લબમાં આગ, 10 યુવા ખેલાડીઓના મોત

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: બ્રાઝીલના પ્રખ્યાત ફ્લેમિંગો ફૂટબોલ ક્લબની ડોરમેટ્રીમાં ભયાનક આગ લાગી હતી જેમાં 10 લોકોનાં મોત થયા છે. આગના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રિયો ડી જેનેરોના ‘નિન્હો ડિ ઉરૂબૂ’ સ્થિત ફ્લેમિંગો ફૂટબોલ ક્લબના ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં આ ડોરમેટ્રી આવેલી છે, જેમાં આગ લાગી. સ્થાનિક મીડિયા અનુસાર, આગના કારણે જે 10 લોકોનાં મોત થયા છે તે તમામ યુવા એથલિટ હતા. આગ લાગવાના કારણો અંગે હજુ સુધી કોઇ માહિતી મળી નથી.

ફ્લેમિંગો બ્રાઝીલનું સૌથી મોટું ફૂટબોલ ક્લબ છે અને વિશ્વમાં તેની ઓળખ છે. બ્રાઝીલ મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર, આગ સવારે 5.10 મિનિટ પર લાગી અને 7.30 વાગ્યે તેના પર કાબૂ મેળવી શકાયો. અત્યાર સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી. પરંતુ આ ડોરમેટ્રીનો ઉપયોગ 14થી 17 વર્ષના ઉંમરના ખેલાડીઓ કરે છે. બ્રાઝીલના રોનાલ્ડિન્હો, બેબેટો અને રોમારિયો ફ્લેમિંગો ફૂટબોલ ક્લબ માટે રમનારા અમુક ગણતરીના નામો છે. ફૂટબોલ સિવાય ફ્લેમિંગ ક્લબની પોતાની બાસ્કેટબોલ, રોવિંગ, સ્વીમિંગ અને વોલીબોલ ટીમો પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular