Saturday, April 20, 2024
Homeભાજપ ને શૂન્થી શિખર પર પહોંચાડનારા અડવાણી ના યુગ નો અંત ?
Array

ભાજપ ને શૂન્થી શિખર પર પહોંચાડનારા અડવાણી ના યુગ નો અંત ?

- Advertisement -

આખરે ભારતીય જનતા પાર્ટીએ 184 ઉમેદવારોની યાદી બહાર પાડી. આ યાદીમાં વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લડવાના છે, પણ જ્યારે જે.પી.નડ્ડાએ બીજા ઉમેદવારનું નામ લીધું ત્યારે અડવાણીના રાજનીતિક કરિયર પર પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું હોય તેવું લાગતું હતું. ગાંધીનગરથી લડતા અડવાણીની સીટ પર અમિત શાહે કબ્જો જમાવ્યો હતો. જેનો સીધો અર્થ થાય કે અડવાણી ચૂંટણીથી વેગડા થઈ ગયા છે. 184 ઉમેદવારોની સૂચિ બહાર પડી અને અડવાણીનું નામ કોઈ જગ્યાએ નહોતું. જેથી અટકળો વહેતી થઈ છે કે અડવાણી યુગની હવે સમાપ્તિ થવાના એંધાણ વર્તાય રહ્યા છે.

ગાંધીનગરથી 6 વખત સાંસદ રહી ચૂકેલા અડવાણી હાલ 91 વર્ષની ઉંમરે પહોંચી ચૂક્યા છે. ભાજપે જ નિર્ણય લીધો હતો કે 75 પારના નેતાઓને ટિકિટ આપવામાં નહીં આવે. જેથી ભાજપે ગાંધીનગર સીટથી ફરી રાષ્ટ્રીય નેતૃત્વ ધરાવતા અને ગુજરાતના જ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. બીજેપીના કાર્યકર્તાઓની પણ માગ હતી કે આ વખતે મોદી અથવા તો શાહ આ બંનેમાંથી એક ઉમેદવાર મેદાનમાં ઉતરે. પાર્ટીના નિરીક્ષક નિમાબેન આચાર્યએ કહ્યું કે, મોટાભાગના કાર્યકર્તાઓની માગ હતી કે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડે.

મહત્વનું છે કે આ પછી ગઈકાલે બીજેપીએ 184 ઉમેદવારોની પહેલી સૂચિ બહાર પાડી હતી. તેમાં અમિત શાહનું નામ હતું, પણ ગાંધીનગરથી અડવાણીના નામ પર ચોકડી લાગી ગઈ હતી. હવે આગામી સૂચિની રાહ જોવાઈ રહી છે જ્યાં અડવાણીનું નામ નીકળે છે કે નહીં ? 91 વર્ષીય અડવાણીએ બીજેપીને શૂન્યથી શિખર પર પહોંચાડવામાં મદદ કરી હતી.

લાલ કૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજેપાયી એ નેતાઓ હતા જેમણે પાર્ટીને 2 સીટથી અત્યારની પોઝિશન સુધી પહોંચાડવામાં પરસેવો પાડ્યો હતો. 1992માં અયોધ્યાની રથયાત્રા નીકળી જ્યાં બીજેપીની રાજનીતિમાં ધાર નીકળી હતી. એક સમયે અડવાણી ભાજપની રણનીતિ ઘડતા અને ધાર કાઢતા હતા. 1984માં જ્યારે ભાજપ 2 સીટ પર ખત્મ થઈ ગઈ ત્યાં 1998માં ભારે મહેનત બાદ સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો. જેમાં પણ અડવાણીનો મોટો ફાળો રહ્યો હતો.

પણ લાલ કૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં 2004 અને 2009માં મળેલી લગાતાર હારથી તેઓ પાછલા પાયદાન પર ધકેલાઈ ગયા હતા. પાર્ટીને તેમની કામગીરી અને રણનીતિથી સંતોષ નહોતો થતો. સંસદીય ચૂંટણીમાં તેઓ ગાંધીનગર સીટથી 1991માં ચૂંટણી લડ્યા હતા. એ પછી 1998, 1999, 2004, 2009 અને 2014માં ચૂંટણીઓ જીત્યા. બાબરી કેસ બાદ 1996માં અડવાણી ચૂંટણી નહોતી લડી શક્યા. 2009માં અડવાણીના નેતૃત્વમાં બીજેપી કોંગ્રેસ સામે ફરી હારી ગઈ અને તેમની ઉલ્ટી ગણતરી શરૂ થઈ. 2014માં બીજેપી મોદીના નેતૃત્વમાં ચૂંટણી જીતી અને અડવાણી સામ્રાજ્ય ધ્વંસ થવા લાગ્યો. અડવાણીને બાદમાં માર્ગદર્શક મંડલમાં મોકલી દેવામાં આવ્યા. જે પછી તેઓ સંસદમાં પણ ઓછા હાજર રહ્યા અને જો હાજર રહ્યા તો બોલ્યા નહીં.

ગાંધીનગરથી અમિત શાહના નામના એલાન બાદ સસ્પેન્સ ખત્મ થયો કે 91 વર્ષીય આડવાણીનું પત્તુ કપાઈ ચૂક્યું છે. હવે આગામી યાદીમાં અડવાણીનું નામ આવે છે કે પછી તેમના રાજનૈતિક કરિયરનો અંત આવી ગયો છે તે થોડા સમયમાં જ ખ્યાલ આવી જશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular