Friday, April 19, 2024
Homeભારતની આશાઓ પર પાણી, FATFએ પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મુકવાનો નિર્ણય મોકૂફ રાખ્યો
Array

ભારતની આશાઓ પર પાણી, FATFએ પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મુકવાનો નિર્ણય મોકૂફ રાખ્યો

- Advertisement -

નવી દિલ્હીઃ ભારતની આશા પર પાણી ફેરવતા FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)એ નિર્ણય લીધો છે કે, તેઓ પાકિસ્તાનને હજુ પણ ‘ગ્રે લિસ્ટ’માં રાખશે. ભારત સરકારે પાકિસ્તાનને આતંકવાદને ફંડ મુદ્દે બ્લેક લિસ્ટમાં નાખવાની અપીલ કરી હતી. પરંતુ આજે પેરિસમાં મળેલી FATFની બેઠકમાં પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નહીં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન આતંકવાદને ફંડિંગ કરતું હોવાનો કડક કેસ મુક્યો હતો. જો આજે ભારતને આ મુદ્દે જીત મળી હોત તો પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઇ ગયું હોત.

પાકિસ્તાનને ઓક્ટોબર સુધી મુદ્દત
પાકિસ્તાન આગામી ઓક્ટોબર મહિના સુધી ગ્રે લિસ્ટમાં જ રહેશે અને તેને બ્લેક લિસ્ટમાં મુકાવાથી રાહત મળી છે. કોઇ પણ દેશ જ્યારે બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે તેનો અર્થ એ દેશ અને તેના અધિકારક્ષેત્ર માટે મોટું જોખમ ઉભું થાય છે. ઇરાન અને નોર્થ કોરિયા હાલ બ્લેક લિસ્ટમાં છે. ભારતે પુલવામા આતંકી હુમલામાં 44 જવાનોની શહીદી માટે પાકિસ્તાન જવાબદાર હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
14 ફેબ્રુઆરીના રોજ થયેલા આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકી સંગઠન JeM (જૈશ-એ-મોહમ્મદ)એ લીધી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ભારતે FATF સામે આ હુમલા પાછળ પાકિસ્તાન જવાબદાર હોવાના પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. ભારતે એવી દલીલો પણ કરી હતી કે, પાકિસ્તાન આ આતંકી ગતિવિધિઓને અટકાવવા અસક્ષમ છે અથવા આ દેશ પોતે જ આતંકી જૂથોને ફંડ પુરૂં પાડે છે.
શું છે FATF?
ધ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે, FATF એક ઇન્ટર-ગવર્મેન્ટલ બોડી છે જેની સ્થાપના 1989માં કરવામાં આવી હતી. 2001માં FATFમાં મની લોન્ડરિંગ ઉપરાંત આતંકવાદ ફાઇનાન્સિંગને લડવાના પ્રયત્નોના ઉકેલ અને તેના આદેશને લગતા અધિકારોનો પણ સમાવેશ થયો હતો.
જૂન 2008માં પાકિસ્તાને FATFના આદેશ હેઠળ કામ કરવા અને એશિયા પેસિફિક ગ્રૂપમાં ભાગ લેવા માટે ઉચ્ચ સ્તરની રાજકીય પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જેથી તે કાઉન્ટર-ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ સંબંધિત ખામીઓને દર્શાવી શકે.
આ વર્ષે ઓક્ટોબર મહિનામાં બ્લેક લિસ્ટમાં સામેલ થવા બચવા માટે પાકિસ્તાને વાયદો કર્યો હતો કે, તેની લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી દેશમાં ચાલતી ટેરર ફંડિંગ એક્ટિવિટીઝને ઓળખશે અને તેને લગતા જરૂરી ઇન્વેસ્ટિગેશન કરશે. આ માટે તેઓ ઇન્વેસ્ટિગેશન ટીમ માટે સ્પેશિયલ ટીમની રચના કરશે.
ભારતમાં અવાર-નવાર આતંકી હુમલા
ભારતે FATFને જણાવ્યું કે, પાકિસ્તાન અવાર-નવાર આતંકવાદ મુદ્દે કરાર ભંગ કરી રહ્યું છે અને અહીંની ધરતી પર આશ્રય મેળવેલા આતંકીઓ ભારતમાં વારંવાર આતંકી હુમલાઓ કરે છે.
જ્યારે પાકિસ્તાનને ગત વર્ષે ગ્રે લિસ્ટમાં મુકવામાં આવ્યું ત્યારે તેના મિત્ર દેશો ચીન અને સાઉદી અરેબિયા જે એફએટીએફમાં નિરિક્ષકની ભૂમિકામાં હતા તેઓએ પાકિસ્તાનની ઢાલ બનવાની મનાઇ કરી દીધી હતી. ભારતને આશા છે કે, આ વર્ષે પાકિસ્તાનને ઓક્ટોબર મહિનામાં બ્લેક લિસ્ટમાં મુકી દેવામાં આવે.
FATF જ્યારે કોઇ દેશને બ્લેક લિસ્ટમાં મુકે છે ત્યારે IMF જેવી સંસ્થાઓ જે-તે દેશને નાણાકીય કે આર્થિક સહાય કરી શકતી નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular