Friday, March 29, 2024
Homeભારતની આ નદીમાં વર્ષોથી પાણી સાથે વહે છે સોનું, સ્થાનિકો કાઢે છે...
Array

ભારતની આ નદીમાં વર્ષોથી પાણી સાથે વહે છે સોનું, સ્થાનિકો કાઢે છે આ રીતે

- Advertisement -

ભારતને સોનાની ચીડિયા કહેવાતો હતો. કદાચ તે સાવ ખોટું પણ નહીં હોય. આજે આપણામાંથી ઘણાને નથી ખબર કે ભારતમાં જ એક એવી નદી વહે છે જેમાં આજે પણ સોનાના કણ વહે છે. આ નદી કિનારે રેતીમાં નાના અને મધ્યમ કદના સોનાના કણ મળી આવે છે. આ નદી એટલે ઝારખંડની રાંચીથી થોડું દૂર ઉદ્વવતી સ્વર્ણરેખા નામની છે. આ નદીની રેતીમાંથી વર્ષોથી સોનું જ નીકળે છે. નદી ઝારખંડ, પ્રશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં વહે છે, ક્યાંક ક્યાંક આ સુવર્ણ રેખાના નામથી પણ ઓળખવામાં આવે છે. જોકે આ નદીની રેતીમાંથી સોનાના કણ મળે છે પરંતુ તે સચોટ કારણ આજ સુધી કોઇ ભૂવૈજ્ઞાનિક જાણકારી મળી શકી નથી.

સ્વર્ણ રેખા નદી રાંચીથી 16 કિલોમીટર દક્ષિણ-પ્રશ્ચિમમાં સ્થિત નગડી ગામમાં રાની ચુઆં નામની જગ્યાએથી વહેવાનું શરૂ કરે છે તો ઓડિશા, પ્રશ્ચિમ બંગાળથી થઇ ને બાલેશ્વર નામની જગ્યા પર બંગાળની ખાડીમાં ભળી જાય છે. આ નદીની કુલ લંબાઇ 474 કિમી છે. જોકે કેટલાકનું કહેવું છે કે સ્વર્ણરેખામાં સોનું તેની સહાયક નદી કરકરીમાંથી વહીને આવે છે. આ નદી ઝારખંડમાં જ વહે છે અને 37 કિમી બાદ સ્વર્ણરેખામાં ભળી જાય છે.  અહીંના તમાડ અને સાંરડા સ્થાને આજે પણ આદિવાસીઓ રેતીમાંથી સોનાના કણ ભેગા કરવાનું કામ કરે છે.

અહીંના સ્થાનિક આદિવાસીઓ પેઢીઓથી આ કામમાં લાગેલા છે જોકે તેમ છતા તેમને ખૂબ જ ઓછી આવક થાય છે. તેનું કારણ છે કે  એક તો દિવસ આખો મહેનત કર્યા પછી સોનાના 3-4 કણ મળે અને તે પણ આકારમાં ચોખા કે ઘંઉના દાણા જેટલા હોય છે. જ્યારે આ કણની બજાર કિંમત 500 રૂપિયા જેટલી થાય છે પરંતુ આદિવાસીઓને દલાલ માત્ર 80-100 રૂપિયા આપી શકે છે.

જ્યારે આદિવાસી પાસેથી આ કણ ખરીદતા દલાલો આજે કરોડપતિ બની ગયા છે. આ નદીમાં મળતા સોના અંગ ભૂસ્તર વૈજ્ઞાનિકોએ અનેક શોધ કરી છે જોકે કોઈ સચોટ કારણ મળ્યુ નથી. પરંતુ વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે સ્વર્ણરેખા નદી પોતાના પ્રવાસમાં જંગલો અને મોટામોટા પહાડોને ચોરીને વહે છે. આ દરમિયાન પથ્થરોમાં રહેલું સોનું ધૂળમાં ભળી જાય છે. જોકે આ સોનાનો ભંડાર કેટલો હોઇ શકે છે તે અંગે કોઇ જાણકારી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular