Saturday, April 20, 2024
Homeભારતીય ક્રિકેટરોએ મેચ ફીના ૧ કરોડ રૂપિયા ડિફેન્સ ફંડમાં ડોનેટ કર્યા
Array

ભારતીય ક્રિકેટરોએ મેચ ફીના ૧ કરોડ રૂપિયા ડિફેન્સ ફંડમાં ડોનેટ કર્યા

- Advertisement -

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનો શહીદ થયા બાદ દેશભરમાંથી શહીદ જવાનોના પરીવારજનોની મદદ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. હવે ટીમ ઈન્ડિયા પણ તેમાં જોડાઈ છે. ભારતીય ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયા સામે રાંચીમાં રમાયેલી શ્રેણીની ત્રીજી વન ડેની મેચ ફી નેશનલ ડિફેન્સ ફંડમાં દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ભારતીય ટીમની કુલ મેચ ફીની રકમ આશરે ૧ કરોડ રૃપિયાથી વધુ થવા જાય છે.

વધુમાં આર્મીના જવાનો તરફ આદરભાવ વ્યક્ત કરવા માટે ભારતીય ખેલાડીઓ રાંચી વન ડેમાં ખાસ આર્મી જેવી લાગતી કેપ પહેરીને ઉતર્યા હતા. આ બધુ આયોજન ઘરઆંગણે રમી રહેલા ભારતીય સુપરસ્ટાર ધોનીએ ગોઠવ્યું હોવાનું મનાય છે. ધોની ટેરિસ્ટોરિલ આર્મીમાં લેફ્ટનેન્ટ કર્નલનો હોદ્દો ધરાવે છે. ભારતીય કેપ્ટન કોહલી જ્યારે ટોસ ઉછાળવા માટે આવ્યો ત્યારે મિલિટરી જેવી કેપ પહેરીને આવ્યો હતો અને તેના પર બીસીસીઆઇનો લોગો હતો.

ભારતીય ટીમના તમામ ખેલાડીઓએ તેમની રાંચી વન ડેની મેચ ફી રાષ્ટ્રીય સંરક્ષણ ફંડમાં આપવાની જાહેરાત કરી હતી. પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ખેલાડીને એક વન ડે રમવાના રૃપિયા ૮ લાખ ચૂકવવામાં આવે છે, જ્યારે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન હોય તેવા ખેલાડીઓને રૃપિયા ૪ લાખ જેટલી રકમ મળતી હોય છે.

કેપ્ટન કોહલીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે, આપણે બધાએ રાષ્ટ્રીય સંરક્ષણ ફંડમાં ફાળો આપવો જોઈએ, જેથી કરીને શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરીવારોની મદદમાં તેનો ઉપયોગ થઈ શકે. કોહલીએ ઊમેર્યું કે, અમે આ મેચમાં ખાસ આર્મી જેવી કેપ પહેરીને ઉતર્યા છીએ. આમ કરીને અમે દેશના સૈન્ય તરફ અમારો આદરભાવ વ્યક્ત કરી રહ્યા છીએ. અમે બધા અમારી મેચ ફી રાષ્ટ્રીય સંરક્ષણ ફંડમાં દાન કરી રહ્યા છીએ. હું બધાને આમ કરવાની અપીલ કરું છું.

અગાઉ બીસીસીઆઇએ જાહેરાત કરી હતી કે, તે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોની મદદ કરવા માટે આઇપીએલના ઉદ્ઘાટન સમારંભ માટે ફળવાયેલી તમામ રકમ આપશે. વધુમાં શહીદોના માનમાં આઇપીએલની આ સિઝનનો સમારંભ યોજવામાં નહિ આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular