Tuesday, April 16, 2024
Homeભાવનગરમાં કૃષિ વિકાસ બેંકના બ્રાન્ચ મેનેજર 10 હજારની લાંચ લેતા ઝડપાયા
Array

ભાવનગરમાં કૃષિ વિકાસ બેંકના બ્રાન્ચ મેનેજર 10 હજારની લાંચ લેતા ઝડપાયા

- Advertisement -

ભાવનગર: ભાવનગરમાં કૃષિ વિકાસ બેંકના બ્રાન્ચ મેનેજર દૈનિક પત્રોમાં આપેલ જાહેરાત કમિશન પેટે 10 હજાર લાંચની રકમ સ્વિકારતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા. 15,800ની રકમમાંથી મેનેજને 10 હજારની માગણી કરી હતી.

આ કામના ફરીયાદી ભાવનગર જિલ્‍લા તથા અન્ય જિલ્‍લાઓમાં ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીનું કામ કોન્‍ટ્રાકટથી કામ કરતા તથા દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાતોનું ડિઝાઇનિંગને લગતું કામકાજ કરતી પ્રોવેલ એડવટાઇઝર્સ નામની પેઢીના સંચાલકને ભાવનગરના ડોન વિસ્તારમાં આવેલ ધ ગુજરાત રાજ્ય કો.ઓ. કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક લી.ભાવનગરના બ્રાન્ચ મેનેજર કેતનભાઈ મહેન્દ્રભાઈ દવેએ દૈનિક પત્રોમાં ખેડૂતોને આપેલ લોનની વસુલાત અંગેની નોટિસોની જાહેરાત પ્રસિધ્ધ કરાવી હતી. જેનું બિલ ચૂકવવાનું બાકી હોય જાહેરાતના બિલના લેણા નીકળતા કુલ રૂા.1,57,810 થતી રકમમાંથી 10 ટકા લેખે થતા કુલ રૂા.15781ની રકમના રાઉન્ડ ફિગર પેટે રૂા.15800ની લાંચની રકમની માંગણી મેનેજરે કરી હતી. જે પૈકી ફરિયાદી પાસે રૂા.10 હજારની રકમની માગણી કરી હતી. જે ફરીયાદીએ લાંચ આપવી ન હોય એસીબીમાં ફરીયાદ કરતા એસીબીએ છટકુ ગોઠવતા આરોપી 10 હજાર રૂપીયાની લાંચની રકમ સાથે ઝડપી લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular