Friday, March 29, 2024
Homeમતગણતરી: રામગઢમાં કોંગ્રેસની જીત, હરિયાણાના જીંદમાં ભાજપ આગળ
Array

મતગણતરી: રામગઢમાં કોંગ્રેસની જીત, હરિયાણાના જીંદમાં ભાજપ આગળ

- Advertisement -

નેશનલ ડેસ્ક: હરીયાણાના જીંદ અને રાજસ્થાનની રામગઢ વિધાનસભા સીટ પર 28 જાન્યુઆરીએ થયેલી પેટાચૂંટણીના પરિણામ આજે આવવાના છે. રામગઢમાં કોંગ્રેસની ઉમેદવાર સફિયા ખાને જીત મેળવી લીધી છે. જ્યારે હરિયાણાના જીંદમાં જનનાયક જનતા પાર્ટીના દિગ્વિજય ચૌટાલા અને બીજેપીના ઉમેદવાર ડૉ. કૃષ્ણા મિડઢા વચ્ચે ટક્કર છે. જ્યારે કોંગ્રેસના રણદીપ સુરજેવાલા ત્રીજા નંબરે ચાલી રહ્યાં છે.

જીંદમાં 75.72 ટકા અને રામગઢમાં 79.14 ટકા મતદાન થયું હતું. જીંદમાં ભાજપ ઉમેદવાર કૃષ્મા મિડઢા, જનનાયક જનતા પાર્ટી (જજપા)ના દિગ્વિજય ચૌટાલા અને કૈથલથી કોંગ્રેસ ધારાસભ્ય રણદીપ સુરજેવાલ વચ્ચે ટક્કર છે.

રાજસ્થાન- 199 સીટ પર થઈ હતી ચૂંટણી

રામગઢમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલાં બસપા ઉમેદવાર લક્ષ્મણ ચૌધરીનું નિધન થઈ ગયું હતું. ત્યારપછી ચૂંટણી પંચે અહીંની ચૂંટણી રોકી દીધી હતી. તેથી ત્યારે રાજ્યમાં 200માંથી 199 વિધાનસભા સીટ પર મતદાન થયું હતું.

1972માં જાટ ઉમેદવારની થઈ હતી જીત

જીંદમાં અંદાજે 48 હજાર જાટ વોટર છે. બ્રાહ્મણ, પંજાબી અને વાણીયાની વાત કરીએ તો દરેક સમુદાયના લોકોની સંખ્યા 14થી 15 હજાર વચ્ચે છે. ગઈ વખતે 1972માં જાટ ઉમેદવારની જીત થઈ હતી. તે સમયે કોંગ્રેસના ચૌધરી દલ સિંહ ધારાસભ્ય બન્યા હતા. ત્યારપછી જેટલા પણ ધારાસભ્ય બન્યા તેમાંથી મોટા ભાગના પંજાબી સમુદાયના હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular