Friday, April 19, 2024
Homeગુજરાતમહેસાણા : જુના બસ સ્ટોપ નજીક વૃક્ષ ધરાશાયી

મહેસાણા : જુના બસ સ્ટોપ નજીક વૃક્ષ ધરાશાયી

- Advertisement -

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેને કારણે જિલ્લાભરમાં મેઘમહેરે જોવા મળી રહે છે ત્યારે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ જોવા મળે છે જેને કારણે મહેસાણા જિલ્લાના અનેક તાલુકાઓમાં નાના-મોટા નુકસાન પણ થયાના સમાચારો મળી રહ્યા છે ત્યારે કમાલપુર અને વિસનગર શહેરમાં દીવાલો ધરાશાહી ની ઘટનાઓ પણ સામે આવી છે.

મહેસાણા તાલુકામાં ગતરાત્રીથી વરસાદ પડી રહ્યો છે જેના કરણે ગામડાઓમાં પણ ઢીંચણ સમાં પાણી ભરાયા છે ત્યારે મહેસાણા નજીક આવેલા કમાલપુર ગામે રહેતા મુકેશ પટેલ નામના વ્યક્તિના મકાનની પાછળની દીવાલ થરાઈ સાઈ થયા હોવાના સમાચાર મહેસાણા ડિઝાસ્ટરને મળ્યા હતા. વિસનગરમાં આવેલા જાની વાળા વિસ્તારમાંપણ વરસાદી માહોલ વચ્ચે એક મકાનની દીવાલ ધરસાઈ થઈ ગઈ હતી જેમાં જાનીવાડમાં રહેતા ચેતન ભાઈ પટેલના મકાની દીવાલ ગઈ કાલે રાત્રે 8 કલાકના અરસા દરમિયાન પડી ગઈ હતી એમાં સદનસીબે ઘરમાં રહેતા પરિવારનો જીવ બચ્યો હતો.

મહેસાણા તાલુકામાં પડી રહેલા વરસાદ વચ્ચે તળેટી ગામમાં વસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તળેટી ગામમાં થી બહાર આવવા માટે ના માર્ગો પર પાણી ભરાઈ જતા જન જીવન ખોરવાયું છે તેમજ ગામની બહાર નીકળવાનું નાળુ ભરાઈ જતા ગામમાંથી કોઈ બહાર જઇ શકતું નથી કે બહાર આવી શકતું નથી તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આ મામલે ગામમાં સરપંચ દ્વારા મામલતદાર ને જાણ કરી હતી. મહેસાણા શહેરમાં પણ ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે બીજી બાજુ મહેસાણા જુના બસ સ્ટોપ થી ડી એસ પી ઓફિસ જવાના માર્ગ પર એકાએક રોડ વચ્ચે લીમડાની ઝાડ ધરસાઈ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો ત્યારે મહેસાણા ફાયર ટીમને જાણ થતાં 10 જેટલા ફાયરના માણસો દ્વારા વૃક્ષ કટિંગ કરી માર્ગ ખુલો કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular