Thursday, March 28, 2024
Homeમહેસાણા : વીજ કરંટ આપીને માસુમ બાળકને મોતને ઘાટ ઉતાર્યો, વાવમાં બિમાર...
Array

મહેસાણા : વીજ કરંટ આપીને માસુમ બાળકને મોતને ઘાટ ઉતાર્યો, વાવમાં બિમાર બાળકને ડામ આપતા મોત

- Advertisement -

મહેસાણામાં હત્યા કરેલી હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. વડનગરના મોલીપુર ગામે આ ઘટના બની છે. ઘર આગળના ચોકમાં રમતા બાળક ગુમ થયો હતો. પડોશીના મકાનના પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવ્યો છે. વીજ કરંટ આપીને આ બાળકને મોત ને ઘાટ ઉતારી પાણીના ટાંકામાં ફેંકી દીધો હતો. પોલીસ તપાસ દરમ્યાન બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.

આજે રવિવારનો દિવસ બે બાળકો માટે મોતનો દિવસ બન્યો હતો. એક બાળકની હત્યા કરવામાં આવી તો અન્ય એક બાળકની અજાણતામાં હત્યા થઈ હોવાની ઘટના બની હતી. વાત જાણે એમ છે કે, મહેસાણામાં હત્યા થયેલી હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. વડનગરના મોલીપુર ગામે ઘર આગળના ચોકમાં રમતો બાળક ગુમ થયો હતો.

ત્યારે આ બાળકનો મૃતદેહ પડોશીના મકાનના પાણીના ટાંકામાંથી મળી આવ્યો હતો. વીજ કરંટ આપીને આ બાળકને મોત ને ઘાટ ઉતારી પાણીના ટાંકામાં ફેંકી દીધો હોય તેવુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

તો બીજી ઘટના બનાસકાંઠાની છે. વાવ તાલુકામાં એક બાળક બિમાર પડતા પરિવારજનોએ તેને હોસ્પિટલ લઈ જવાને બદલે શરીર પર ડામ આપ્યા હતા. બાળકના શરીર પર ત્રણથી વધુ ડામ આપ્યા હતા. ત્યાર બાદ બાળકની હાલત વધારે ગંભીર થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular