Friday, March 29, 2024
Homeમાત્ર 9999 રૂપિયામાં મળશે 48+5MP કેમેરાવાળો સ્માર્ટફોન, લૂક છે એકદમ પ્રીમિયમ
Array

માત્ર 9999 રૂપિયામાં મળશે 48+5MP કેમેરાવાળો સ્માર્ટફોન, લૂક છે એકદમ પ્રીમિયમ

- Advertisement -

Xiaomi Redmi Note 7  આ વખતે ભારતમાં સૌથી વધારે ચર્ચિત સ્માર્ટફોન છે. Xiaomiએ આ ફોનને ગત મહિને ચીનમાં લોન્ચ કર્યો હતો અને હવે ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોનની સાથે જ Xiaomi પોતાની સબ બ્રાન્ડ Redmiથી અલગ બ્રાન્ડ તરીકે પેશ કરી રહી છે અને આશા છે કે, Redmi Note 7ને એક ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવામાં સફળતા અપાવશે.

Redmi બ્રાન્ડની સાથે Xiaomiએ પ્રયત્ન કરશે કે ગ્રાહકોને ઓછી કિંમતમાં સારા ફિચર્સવાળો સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવે. આ જ કારણે Xiaomi Redmi 7ને 48 મેગાપિક્સલના દમદાર ફિચરવાળા કેમેરા સાથે લોન્ચ કર્યો છે. આ કિંમતમાં અન્ય કોઇ સ્માર્ટફોન કંપની 48 મેગાપિક્સલ કેમેરા નથી આપી રહી.

કિંમતની વાત કરવામાં આવે તો Xiaomi Redmi Note 7ને ભારતમાં 9999 રૂપિયાની શરૂઆત ની કિંમતે લોન્ચ કરી શકાય છે. ચીનમાં આ ફોનની કિંમત 999 યુઆન છે, જે ભારતીય રૂપિયાના હિસાબથી 10500 રૂપિયા છે. Samsung Galaxy M10 અને Galaxy M20ને ટક્કર આપનારો Redmi Note 7 ભારતમાં આ મહિને જ લોન્ચ કરવામાં આવશે.

Redmi Note 7ના સ્પેસિફિકેશન્સ:

ચીનમાં લોન્ચ કરાયેલા Redmi Note 7માં 2340×1080 પિક્સલ રિઝોલ્યૂશનની સાથે 6.3 ઇંચની ફૂલ HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે અને તેને આસ્પેક્ટ રેશ્યો 19.5:9  છે. વૉટરડ્રોપ નૉચ ડિઝાઇનની સાથે આવનારા આ ફોનની સ્ક્રીનનું પ્રોટેક્શન કોર્નિગ ગોર્રિલા ગ્લાસ 5નું પ્રોટેક્શન છે. Redmi Note 7 ક્વૉલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસરની સાથે એન્ડ્રોઇડ 8.1 ઑરિયો પર કામ કરે છે જે Xiaomiની MIUI કસ્ટમાઇઝ કરવામા આવ્યુ છે.

ફોટોગ્રાફીની વાત કરવામાં આવે તો ફોનમાં 48 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં ફ્રન્ટમાં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. ફોનને પાવર આપવા માટે 4,000mAh ની બેટરી આપવામાં આવી છે. કંપનીએ દાવો કર્યો કે, આ બેટરી દોઢ દિવસ સુધી ચાલે છે.  Redmi Note 7 માં Type-C USB ચાર્જિગ ઑપ્શન છે. ફોનમાં ક્વૉલકૉમ ક્વિક ચાર્જ 4.0 સપોર્ટ સિવાય હેડફોન જેક આપવામાં આવ્યો છે. ફોનમાં 3 RAM ઑપ્શન્સ (3GB, 4GB અને 6GB) લોન્ચ કરવામાં આવશે. જો સ્ટોરેજની વાત કરવામાં આવે તો 32GB અને 64GBનો વિકલ્પ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular