Saturday, April 20, 2024
Homeમુંબઈ : 71 વર્ષ જૂના આર કે સ્ટુડિયોની જમીનને ગોદરેજ પ્રોપર્ટીએ ટેકઓવર...
Array

મુંબઈ : 71 વર્ષ જૂના આર કે સ્ટુડિયોની જમીનને ગોદરેજ પ્રોપર્ટીએ ટેકઓવર કરી

- Advertisement -

મુંબઈઃ પ્રતિષ્ઠિત આર કે સ્ટુડિયોની જમીનનું ટેકઓવર ગોદરેજ ગ્રુપની રિઅલિટી ફર્મ ગોદરેજ પ્રોપર્ટીએ કરી લીધું છે. કંપનીએ શુક્રવારે આ માહિતી આપી હતી પરંતુ ડીલની વેલ્યુ જણાવી ન હતી. ગોદરેજ પ્રોપર્ટીનું કહેવું છે કે લક્ઝરી ફલેટ બનાવવા અને રિટેલ સ્પેસ માટે સ્ટુડિયોની જમીનનો ઉપયોગ કરશે. તેના માટે 33,000 સ્કવેર મીટર જમીન કામમાં લેવામાં આવશે.

2 વર્ષ પહેલા આગ લાગવાથી સ્ટુડિયોનો મોટો હિસ્સો બળી ગયો હતો

હિંદી સિનેમામાં મે શોમૈનના નામથી જાણીતા રાજકપૂરે 1948માં આર કે ફિલ્મ્સ એન્ડ સ્ટુડિયોઝની સ્થાપના કરી હતી. વહ આવારા, શ્રી 420, મેરા નામ જોકર અને રામ તેરી ગંગા મેલી જેવી જાણીતી ફિલ્મોનું પ્રોડક્શન થયું હતું. 2017માં આગ લાગવાથી સ્ટુડિયોનો મોટો હિસ્સો બળી ગયો હતો. કપૂર પરિવારે ગત વર્ષે તેને વેચવાનો નિર્ણય કર્યો હતો.

ગોદરેજ પ્રોપર્ટીઝથી ડીલ પર રણધીર કપૂરે કહ્યું કે આર કે સ્ટુડિયોઝના કારણે ચેંબૂરની સંપત્તિ તેમના પરિવાર માટે ઘણાં દસકાઓથી ખૂબ જ મહત્વની હતી. આ લોકેશન પર નવો અધ્યાય લખવા માટે અમે ગોદરેજ પ્રોપર્ટીની પસંદગી કરી છે.

ગોદરેજ પ્રોપર્ટીના એક્ઝીક્યુટિવ ચેરમેન પિરોજશા ગોદરેજે કહ્યું છે કે પોતાના ડેવલોપમેન્ટ પોર્ટફોલિયામાં તેમણે ચેંબૂરની આઈકોનિક સાઈઝને સામેલ કરી છે. દેશના મોટા શહેરોના પ્રમુખ લોકેશન્સ પર પકડ મજબૂત બનાવવાની સ્ટ્રેટેજી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular