Friday, March 29, 2024
Homeમુકેશ અંબાણી Zee TV ગ્રુપમાં ખરીદી શકે છે મોટી હિસ્સેદારી, આ કંપનીઓ...
Array

મુકેશ અંબાણી Zee TV ગ્રુપમાં ખરીદી શકે છે મોટી હિસ્સેદારી, આ કંપનીઓ રેસમાં છે સામેલ

- Advertisement -

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 1992માં શરૂ થયેલા જીટીવી સમૂહને બચાવવા માટે આગળ આવી શકે છે. મીડિયા રીપોર્ટમાં મળેલી માહિતી મુજબ, જિયો એસ્સેલ સમૂહને બચાવવા માટે વિચાર કરી રહી છે. અહીં તમને જણાવવાનુ કે જિયો એસ્સેલ સમૂહની અડધાથી વધુ હિસ્સેદારી ખરીદી શકે છે.

સુભાષ ચંદ્રા પાસે છે ત્રણ મહિનાનો સમય

અહીં જણાવવાનુ કે જી ગ્રુપના માલિક સુભાષ ચંદ્રા પાસે ત્રણ મહિનાનો સમય છે. આ ત્રણ મહિનામાં તેઓ પોતાની હિસ્સેદારી વેચી શકે છે. જિયો સિવાય અન્ય કંપનીઓ પણ ગ્રુપની હિસ્સેદારી ખરીદવા માટે આગળ આવી શકે છે. આ હિસ્સેદારીની રેસમાં એમેઝોન, એપલ, ટેનસેન્ટ અને અલીબાબા સિવાય એટીએન્ડટી, સિંગટેલ, કોમકાસ્ટ અને સોની પિક્ચર્સ નેટવર્ક સામેલ છે. સાથે જ જી એન્ટરટેઈનમેન્ટ લિમિટેડના પ્રમોટર્સ પોતાની 50 ટકાની ભાગીદારી વેચવા જઈ રહ્યાં છે.

ચેરમેને માંગી માફી

અહીં જણાવવાનુ કે ચેરમેન સુભાષ ચંદ્રાએ માન્યુ છે કે કંપનીની સ્થિતિ નાજુક છે, જેને લઇને તેમણે એક ચિઠ્ઠીમાં લખીને કહ્યું કે સમય પર દેવુ ન ચૂકવવા માટે તેઓ લેણદારો પાસેથી માફી માંગે છે. સાથે જ તેમણે ભરોસો અપાવ્યો છે કે તેઓ દરેક લોકોના એક પૈસા પાછા ચૂકવવા માટે દરેક શક્ય પ્રયાસો કરશે.

1992માં શરૂ કરી હતી શરૂઆત

વર્તમાનમાં રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ 1992માં ઝીટીવીની શરૂઆત કરી હતી. અહીં જણાવવાનુ કે તે સમયે આ ભારતની પ્રથમ ખાનગી સેટેલાઇટ ચેનલ હતી. જેને શરૂ કર્યા બાદ જી ગ્રુપની આજે 55થી વધુ રાષ્ટ્રીય અને અલગ-અલગ ભાષાઓની ચેનલ છે.

દેવાને ડિફૉલ્ટ જાહેર કરી શકાશે નહીં

આ સાથે જ એસ્સેલ સમૂહએ રવિવારે માહિતી આપતા જણાવ્યું કે તેઓ અત્યારે કપરી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યાં છે અને તેના માટે તેમણે નકારાત્મક તાકાતોને જવાબદાર ઠેરવી છે. તો સમૂહના અધિકારીઓની રવિવારે મ્યુચ્યૂઅલ ફંડ તથા ગેર-બેન્કિંગ દેવાદારોની મીટિંગ થઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેવાદારોને ડિફૉલ્ટ જાહેર કરી શકાશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular