Friday, April 26, 2024
Home'મેઈડ ઈન હેવન' બાદ કલ્કિ કેકલાં 'સેક્રેડ ગેમ્સ' સીઝન 2માં દેખાઈ શકશે
Array

‘મેઈડ ઈન હેવન’ બાદ કલ્કિ કેકલાં ‘સેક્રેડ ગેમ્સ’ સીઝન 2માં દેખાઈ શકશે

- Advertisement -

બોલિવૂડ ડેસ્ક: પોપ્યુલર થયેલી નેટફ્લિક્સની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સની બીજી સીઝન આ વર્ષે રિલીઝ થશે. થ્રિલિંગ થી ભરપૂર આ સીઝનમાં એક્ટ્રેસ કલ્કિ કેકલાં(Kalki Koechlin) પણ જોવા મળી શકે છે.

ચર્ચાઓ થઈ થઈ રહી છે કે આ વર્ષે નેટફ્લિક્સ પર આવનારી કલ્કિની ‘કેન્ડીફ્લિપ’ સેક્રેડ ગેમ્સ સીઝન 2નો પાર્ટ હશે. દર્શકોને ‘મેઈડ ઈન હેવન’ સિરીઝમાં કલ્કિનો રોલ પસંદ પડયો હતો.

બીજી સીઝન પણ હશે ઈન્ટરેસ્ટિંગ

બીજી સીઝનમાં સરતાજ સિંહ (સૈફ અલી ખાન) શહેરને બચાવવા માટે ગણેશ ગાયતોંડે(નવાઝુદ્દીન સિદ્દકી) સાથે લડાઈ લડશે. ગણેશ ગાયતોંડેના ત્રીજા પિતા ‘ગુરુજી’ (પંકજ ત્રિપાઠી)નું કેરેક્ટર સીઝન 2 ને વધારે દિલચસ્પ બનાવશે.

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ ગણેશના કેરેક્ટરનો ટ્રેક આગળ વધારશે. જયારે ડિરેક્ટર નીરજ ઘાયવાન સરતાજ સિંહનું કેરેક્ટર સંભાળશે. સેક્રેડ ગેમ્સની પ્રથમ સીઝનમાં રાધિકા આપ્ટેના રોલે દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મિર્ઝાપુર સિરીઝની એક્ટ્રેસ હર્ષિતા ગૌરે સેક્રેડ ગેમ્સ 2માં લીડ એક્ટ્રેસનો રોલ કરવા માટે અપીલ કરી હતી પરંતુ તેને હજુ સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular