Friday, April 19, 2024
Homeમોંઘા ક્રૂડથી વધશે આયાત બિલ, ભારતીય અર્થવ્યવસ્થાને કરશે અસર
Array

મોંઘા ક્રૂડથી વધશે આયાત બિલ, ભારતીય અર્થવ્યવસ્થાને કરશે અસર

- Advertisement -

દુનિયાભરમાં પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણની કિંમત નક્કી કરવા માટે બ્રેંટ ક્રૂડ નામના વેપારી વર્ગીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ પર ગત છ મહીનામાં બ્રેંટ ક્રૂડની કીંમત વધી 75 અમેરિકન ડોલર પ્રતિ બેરલની ઉપર પહોંચી ગઇ છે. આ વધારો અંદાજે 40 ટકા જેટલો છે. જેના કારણે અમેરિકાએ ઇરાનથી ક્રૂડ ઓયલ આયત કરનારા ભારત સહિત અડધા ડઝનથી વધારે દેશોને આપેલી છૂટ બંધ કરવાની જાહેરાત કરી છે.

તે સિવાય ઓપેક દેશો અને રશિયાના 12 લાખ બેરલ પ્રતિદિવસ ઉત્પાદન ઘટાડવાની અસર પણ કીંમતો પર જોવા મળી છે. ભારતના કુલ આયાતમાં અંદાજે ચોથો ભાગ ક્રૂડનો હોય છે. જેના કારણે કીંમતમાં ઉછાળો થવાથી અચાનક દેશના આયાત બિલમાં પણ વધારો જોવા મળ્યો છે.

ગત વર્ષ સુધી આપણે ઇરાન પાસેથી આપણી જરૂરિયાતનું 10 ટકા તેલ આયાત કર્યું અને તે આપણું સૌથી ત્રીજુ મોટું નિકાસકર્તા બન્યું. 2018-19માં ભારતે 2.3 કરોડ ટન ક્રૂડ ઓઇલ ઇરાન પાસેથી ખરીધ્યું, પરંતુ 2 મે બાદ પ્રતિબંધના પ્રભાવના કારણે આપણે નવા સ્ત્રોત શોધવા પડશે. આ પગલાંના કારણે ઓઇલની કિંમતો પર પર તેની અસર જોવા મળશે અને આપણું આયાત બિલ પણ વધશે.

ગત વર્ષે ભારત સરકારે કુલ 507 અરબ ડોલરનું આયાત કર્યું, જેમાં માત્ર ચોથો ભાગ ક્રૂડ ઓયલનો રહ્યો. આ દરમિયાન 114 અરબ ડોલરનું ક્રૂડ ભારતે ખરીદવું પડ્યું, જે કૂલ આયાતનું 23 ટકા રહ્યું. જેમ જેમ ક્રૂડની કીંમતો વધશે તેમ આપણા આયાત બિલ પર પણ તેની અસર જોવા મળશે. જેના કારણે આપણી અર્થવ્યવસ્થાને નુકસાનમાં લઇ જઇ શકે છે. વૈશ્વિક સ્તર પર ક્રૂડનો માર સહન કરી રહેલ ભારતની મુશ્કેલી ઘરેલુ ઉત્પાદનમાં ઘટાડાના કારણે પણ વધી ગઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular